Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

કર્ણાટકમાં ટીપુ સુલતાન જયંતી વિવાદ:મુખ્યમંત્રી કુમારસ્વામી કાર્યક્રમમાં ભાગ નહીં લે

કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી: સંવેદનશીલ વિસ્તારોમાં ધારા 144 લાગુ

બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર મોટા સ્તરે ટીપુ સુલતાન જયંતી ઉજવવા જઈ રહી છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે. ત્યારે હવે જાણવા મળ્યું છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી આ કાર્યક્રમમાં ભાગ નહીં લે. 

ટીપુ સુલતાન જયંતીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચાલી રહી છે. કર્ણાટક સરકારે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપ 10 નવેમ્બરના રોજ ઉજવવામાં આવનારા 'ટીપુ જયંતી સમારોહ'ના મુદ્દે કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરી રહી છે.    

વિવાદને કારણે રાજ્ય સરકારે એ દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ધારા 144 લાગુ કરી દેવાઈ છે.

કર્ણાટક સરકારે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ 10 નવેમ્બરના રોજ ઉજવવામાં આવનારા 'ટીપુ જયંતી સમારોહ'ના મુદ્દે કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરી રહી છે. આથી રાજ્ય સરકારે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ધારા 144 લાગુ કરી છે

(11:12 pm IST)
  • મુંબઇના દાહણું નજીક માલગાડીમાં આગ લાગતા ગુજરાત-મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાતા ભરૂચ-અંકલેશ્વરમાં મુસાફરો અટવાયા access_time 6:44 pm IST

  • ભરૂચ જિલ્લામાં ભાઈ અને બહેનનો અખંડ પ્રેમનું પ્રતિક એવા ભાઈબીજની શ્રધ્ધાભેર ઉજવણી : ભાઈના લાંબા આયુષ્યની બહેનોએ કામના કરી access_time 6:44 pm IST

  • ભરૂચમાં દિવાળીના તહેવારોનો પ્રારંભ થતા શહેરીજનો તેમના ઘરના આંગણા રંગોળીથી સજાવી access_time 6:45 pm IST