Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ડિલરોનું કમીશન વધવાથી એલપીજી સીલીન્ડરના ભાવમાં થયો વધારો: 2 રૂપિયા બન્યો મોંઘો

નવી દિલ્હીઃ સરકાર દ્વારા LPG ડિલર્સના કમીશનમાં વધારો કરવા ઘરેલું કુકિંગ ગેસ એટલે કે એલપીજીની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં 14.2 કિલોના સબ્સિડાઈઝ઼્ડ એલપીજી સિલિન્ડર માટે ગ્રાહકોએ 507.42 રૂપિયા ચૂકવવા પડશે. જયારે અત્યાર સુધી તેની કિંમત 505.34 રૂપિયા હતી. સરકારના સ્વાયત્તાવાળી ફ્યુઅલ રિટેલર કંપનીઓના પ્રાઈસ નોટિફીકેશનથી માહિતી પ્રકશમાં આવી છે.

   અગાઉ નાણાં મંત્રાલયે ડીલર્સનું કમીશન વધારવાનો આદેશ આપ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2017માં 14.7 કિલોના અને 5 કિલોના સિલિન્ડર પર કમીશન અનુક્રમે 48.89 રૂપિયા અને 24.20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. આદેશના જણાવ્યા પ્રમાણે એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સના કમીશનમાં રિવિઝન પર ડિ-નોવો સ્ટડી પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, વેજેસ સહિતના વધારાને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રીબ્યુટરનું કમીશન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંતર્ગત 14.2 કિલોના સિલિન્ડર પર 50.38 રૂપિયા કમીશન અને 5 કિલોના સિલિન્ડર પર 25.29 રૂપિયા કમીશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    આ મહીનામાં કિંમતોમાં બીજો વધારો છે. અગાઉ 1 નવેમ્બરે પ્રતિ સિલિન્ડરની કિંમત 2.94 રૂપિયા વધારવામાં આવી હતી. જૂન બાદ બેઝ પ્રાઈસ પર ચૂકવવામાં આવનાર જીએસટીના કારણે દર મહિને કિંમતો વધી રહી છે. અત્યાર સુધી કુલ 16.21 રૂપિયાનો વધારો થઈ ચૂકયો છે.

      મુંબઈમાં 14.2 કિગ્રાના સબ્સિડાઈઝ્ડ એલપીજી સિલિન્ડરની કિંમત 505.5 રૂપિયા, જયારે કોલકતામાં 510.70 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં કિંમત 495.39 રૂપિયા છે. સ્થાનીય ટેક્સેસ અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટના કારણે રાજયોમાં કિંમતો અલગ-અલગ થઈ ગઈ છે.

     હવે 14.2 કિગ્રાના સિલિન્ડર માટે ડિલરના કમીશનમાં 30.08 રૂપિયા સ્ટેબ્લિશમેન્ટ ચાર્જીસ અને 20.50 રૂપિયા ડિલિવરી ચાર્જ સામેલ થશે. 5 કિલોના સિલિન્ડર પર સ્ટેબ્લિશમેન્ટ ચાર્જ 15.04 રૂપિયા અને બાકીનો 10.25 રૂપિયા ડિલિવરી ચાર્જ હશે. ડિસ્ટ્રીબ્યુટરના પરિસરમાંથી સીધો સિલિન્ડર લેનાર ગ્રાહકે ડિલિવરી ચાર્જ નહી આપવો પડે.

 

(6:12 pm IST)
  • આજે દેશભરમાં ભાઈબીજની ઉજવણી :બહેનના ઘરે જઈ ભાઈઓ ઊજવશે ભાઈબીજ :બહેનના ઘરે ભાઈના જમવા જવાનો રિવાજ :PM મોદીએ દેશવાસીઓને શુભકામના આપી :રાષ્ટ્રપતિએ પણ ભાઈબીજની શુભકામના આપી access_time 11:49 am IST

  • 23મી ડિસેમ્બરે બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી ;પહેલીવાર થશે EVMનો ઉપયોગ : મુખ્ય ચૂંટણી આયોગ નૂર-ફૂલ-હૂદાએ ટીવી પર પ્રસારિત સંબોધનમાં કહ્યું કે સમગ્ર બાંગ્લાદેશમાં 11મી સામાન્ય ચૂંટણી 23મી ડિસેમ્બરે થશે :દેશમાં પહેલીવાર મર્યાદિત સ્તર પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાશે access_time 12:56 am IST

  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST