Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

Whatsappમાં આવ્યું નવું સ્ટીકર ફિચર :પોતાનું સ્ટીકર બનાવી દોસ્તો અને સંબંધીઓને મોકલી શકો છો.

ગેલેરીથી કસ્ટમ સ્ટિક પર ગુગલ ફોટોઝ અથવા ગેલેરીમાંથી ફોટો પસંદ કરીને બનાવો સ્ટીકર ;વાંચો કઈ રીતે બનાવવું સ્ટીકર

Whatsappએ ગત મહિને એક નવું ફિચર એડ કર્યું છે. જેમાં દોસ્તો અને સંબંધીઓને સ્ટીકર મોકલી શકો છો. દિવાળી અને અન્ય તહેવારો થકી આ ફિચર ખુબ જ ઝડપથી લોકપ્રિય થયું છે. પરંતુ શું તમે જાણો છો કે, તમે જાતે જ આવું સ્ટીકર બનાવી શકો છો.


પોતાનું સ્ટીકર બનાવવા માટે તમારે 'Sticker maker for WhatsApp' એન્ડ્રાઇડ એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. એપ ડાઉનલોડ કર્યા પછી 'Create a new sticker pack' ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમારા પેકનું નામ અને લેખક નોંધાવો. નવા પેજ ઉપર તમને મીડિયા એડ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ટોપ ઉપર જે આઇકોન હશે. તેને ટ્રે આિકન અથવા આઇકન હશે જે વ્હોટ્સએપમાં સ્ટીકર પેક માટે ઓળખવા માટે હશે. ધ્યાન રહે કે આઇકન સ્ટીકરના રૂપમાં નદેખાઇ નહીં દે.

ત્યારબાદ પોતાનું સ્ટીકર બનાવવા માટે 'add sticker' ઉપર ક્લિક કરો, ગેલેરીથી કસ્ટમ સ્ટીક ઉપર યુઝર્સ ગૂગલ ફોટોઝથી અથવા ગેલેરીથી ફોટો પસંદ કરી શકો છો. એક ઇમેજ સિલેક્ટ થયા પછી. એનાથી તમે ક્રોપ પણ કરી શકો છો. ખોટું થવા ઉપર ફરીથી રિસેટ કરીને ક્રોપ કરી શકો છો.

એક સ્ટીકર પેકમાં તમે 30 સ્ટીક એડ કરી શકો છો. એકવારમાં ઓછા સ્ટિકર પબ્લિશ કરી શકો છો. પરંતુ 30થી ધારે સ્ટીકર એડ નહીં કરી શકો. એક વખત 'Publish Sticker Pack'ઉપર ક્લિક કર્યા પછી સ્ટીકર જાતે જ વ્હોસ્ટએપ ઉપર એડ થઇ જશે. તમારા સ્ટીકર એપમાં ટ્રે આઇકનના નામથી ઓળખાય છે.

(6:09 pm IST)