Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ધર્મનાં નામે ચૂંટણી જીતનાર ધારાસભ્યને કેરળ હાઇકોર્ટે ગેરલાયક ઠેરવ્યા :મહત્વપૂર્ણ ચુકાદો

ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લિગનાં ધારાસભ્ય કે.એમ. સાજીને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા

 

કેરળ હાઇકોર્ટે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લિગનાં ધારાસભ્ય કે.એમ. સાજીને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા છે. કેમ કે, તેમણે 2016ની વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે ધર્મનો ઉપયોગ કર્યો હતો.

કે.એમ. સાજી કેરળનાં આઝીકોડે વિધાનસભા બેઠક પરથી 2016માં ચૂંટણી જીત્યા હતા. કેરળ હાઇકોર્ટનાં ન્યાયાધીશ પી.ડી. રાજને કેરળ વિધાનસભા અધ્યક્ષ અને કેરળનાં ચૂંટણીપંચને આ ધારાસભ્યને યોગ્ય પગલા લેવા માટે આદેશ આપ્યા છે.
કે.એમ.કાજીની સામે ચૂંટણી લડેલા અને હારી ગયેલા ઉમેદવાર એમ.વી. નિકેશ કુમારે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લિગએ કેરળમાં કોંગ્રેસનો સહયોગી પક્ષ છે અને હાલ તે કેરળ વિધાનસભામાં વિરોધપક્ષમાં છે. નિકેશ કુમારે તેમની અરજીમાં એવો દાવો કર્યો હતો કે. સાજીને 2,287 મતોથી જીત મળી મળી અને આ જીત માટે તેણે ખોટા રસ્તાઓ અપનાવ્યા હતા અને પિપલ્સ રિપ્રેઝેન્ટેટીવ એક્ટનો ભંગ કર્યો હતો.

(6:02 pm IST)