Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

મથુરાના રેલવે સ્ટેશન ઉપર યુવક અને મોત વચ્ચેની જંગ:પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો

જીઆરપી,આરપીએફ અને રેલવે અધિકારીઓ પહોંચ્યા :40 મિનિટના રેસ્ક્યુ ઓપરેશન

 

મથુરાના રેલવે સ્ટેશન ઉપર યુવક અને મોત વચ્ચેની જંગ ખેલાયું હતું પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે એક યુવક ફસાયો હતો એક યુવકનો પગ લપશ્યો અને તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઇ ગયો હતો. આશરે 40 મિનિટ રેસ્ક્યુ ઓપરેશન કર્યા પછી યુવકને સુરક્ષિત બચાવી લેવાયો હતો. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો.

  વિગતો મુજબ મથુરામાં શુક્રવારે ખુબ જ ચોંકાવનારી ઘટના બની હતીં. અહીં દિલ્હીથી મદ્રાસ જઇ રહેલી જીટી સુપરફાસ્ટ ટ્રેન મથુરા જંક્શન પહોંચી ત્યારે મથુરાથી મુસાફરો ટ્રેનમાં ચઢવા લાગ્યા હતા. આ દરમિયાન એક યુવકનો પગ લપશ્યો અને તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઇ ગયો હતો.

  યુવક ટ્રેન વચ્ચે ફસાઇ જવાની ખબર આગની જેમ પ્રસરી ગઇ અને તરત જ જીઆરપી, આરપીએફ અને રેલવેના અધિકારી સ્થળ ઉપર પહોંચી ગયા હતા. યુવકને બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા રેલવેના એરિયા મેનેજર એનપી સિંહે જણાવ્યું કે, એક યુવક રામસ્વરૂપ જે મુરૈનાનો રહેવાસી છે અને તેનો પગ લપશ્યો અને યુવક ટ્રેન અને પ્લેટફોરમ વચ્ચે ફસાઇ ગયો હતો.

(6:01 pm IST)