Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

વ્યાપમ કૌંભાડ બહાર લાવનારને રાહુલ ગાંધીએ ટિકિટ આપવાનુું વચન આપ્યું :પરંતુ આપી નહી

લડીશ તો કોંગ્રેસની ટિકીટ પર અથવા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ”.

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોનાં નામ પણ જાહેર થઇ ચૂક્યા છે. માહિતી અધિકાર કાર્યકર્તા અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકારમાં બનેલું વ્યાપમ કૌભાંડ બહાર લાવનાર ડો. આનંદ રાયે સરકારી નોકરી છોડી, ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો અને તેમને કોંગ્રેસ ટિકિટ આપે તેવી સંભાવના હતી પણ કોંગ્રેસ તેમને ટિકિટ આપી નથી.

    ડો. આનંદ રાયે જણાવ્યું કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વચન આપ્યુ હતું કે, તેમને કોંગ્રેસની ટિકિટ મળશે. મારા કારણે જ અન્ય કોંગ્રેસનાં કાર્યકર્તા સંજીવ સક્સેના કે જેઓ વ્યાપમ કેસમાં આરોપી છે તેમને ટિકિટ મળી નથી.”
    જો કે, તેમણે કહ્યું કે, હું કોંગ્રેસને મજબુત બનાવવા માટે કામ કરીશ અને મોટા પ્રશ્નોને ઉજાગર કરવા માટે લડતો રહીશુ.”
    આ પહેલા ડો. આનંદ રાયે જણાવ્યું કે, મેં સરકારનું વ્યાપમ કૌંભાડ બહાર પાડ્યુ છે એટલે એવી કોઇ પાર્ટી સાથે હું નહી જોડાઉ કે જેના સીધા તાર આ કૌંભાડ સાથે જોડાયેલા છે. હું ઇન્દોર (5) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીશ. હું ક્યાં તો કોંગ્રેસની ટિકીટ પર અથવા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ”.

(5:53 pm IST)