Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ભારતમાં સ્માર્ટફોનનું વેચાણ અમેરિકાથી વધુ

નવી દિલ્‍હી : અમેરિકાને પાછળ પાડીને ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન બજાર બની ગયું છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં ભારતમાં 4.04 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થયું છે. દરમિયાન અમેરિકામાં 4 કરોડ યુનિટનું વેચાણનું થયું હતું. જયારે ચીન 10.06 કરોડ સ્માર્ટફોનના વેચાણની સાથે પ્રથમ નંબરે છે. રિસર્ચ ફર્મ કૈનાલિસના રિપોર્ટમાં આંકડો પ્રકાશમાં આવ્યો છે.

વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં વિશ્વભરમાં સ્માર્ટફોનનું કુલ વેચાણ 34.39 કરોડ યુનિટ રહ્યું હતું. ગત વર્ષના જુલાઈ-સપ્ટેમ્બરની સરખામણીમાં તે 7.2 ટકા ઓછું છે. ગ્લોબલ વેચાણમાં સતત ચૌથા ત્રિમાસિકમાં ઘટાડો આવ્યો છે.

ટોપ-10માંથી 7 દેશોમાં વાર્ષિક આધાર પર વેચાણમાં ઘટાડો નોંધાયો છે. માત્ર ઈન્ડોનેશિયા, રશિયા અને જર્મનીમાં વેચાણમાં વધારો થયો છે. જયારે સૌથી મોટા સ્માર્ટફોન બજાર ચીનમાં વેચાણમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે.

 

(4:18 pm IST)
  • અંકલેશ્વર GIDC ની આમ્રપાલી ચોકડી સ્થિત ચામુંડા મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ access_time 6:45 pm IST

  • સ્‍વાઇન ફલુઅે વધુ અેકનો ભોગ લીધો : ઉપલેટાનાં વડજાંગ જાળિયાના ૬પ વષૅના વુધ્‍ધ્‍નુ મોત : કુલ મૃત્‍યુ આંક ૩પ થયો. access_time 7:57 pm IST

  • મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવતીકાલે શનિવારે 11 વાગ્યે ધોરાજી ના ફરેણીમાં શ્રી સહજાનંદ સંસ્કાર ધામ મહામંત્ર પીઠ (સ્વામિનારાયણ) આયોજિત સદગુરૂ જોગી સ્વામી સપાદ શતાબ્દી જન્મ જ્યંતી મહોત્સવ માં ઉપસ્થિત રહેશે:વિજય ભાઈ રૂપાણી આ અવસરે રસિકલાલ ધારી લાલ સી.બી.એસ ઈ સ્કુલનો લોકાર્પણ કરવાના છે. : મુખ્યમંત્રી બપોરે 3 વાગ્યે મોરબીના હળવદ તાલુકાના ચરાડવામાં ભાગવત સપ્તાહમાં પણ હાજરી આપશે : વિજય ભાઈ રૂપાણી સાંજે ગાંધીનગર પરત આવશે access_time 9:01 pm IST