Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

નોટબંધીને લઇને શિવસેનાએ કર્યો PM મોદી પર પ્રહાર કહ્યું-'જનતા સજા આપવા તૈયાર'

મુંબઇ : બીજેપી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સહયોગી શિવસેનાએ દાવો કર્યો કે, નોટબંધી અસરફળ રહી કારણકે તેનાથી કોઇ પણ લક્ષ્ પૂર્ણ થયો નથી.

નોટબંધીના બે વર્ષ પૂર્ણ થતા વિપક્ષી પાર્ટિઓ સિવાય સરકારની સહયોગી શિવસેનાએ પણ સખત શબ્દોમાં નિર્ણયની નિંદા કરી છે. શિવસેનાએ કહ્યું કે જનતા પ્રધાનંત્રી દ્વારા કરવામાં આવેલી નોટબંધીના નિર્ણય માટે સજા આપવાની રાહજોઇ રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બર ૨૦૧૬ના દિવસે ૧૦૦૦ અને ૫૦૦ની નોટને તાત્કાલીક ધોરણે ચલણમાંથી બહાર કરી દીધી હતી. બીજેપી સાથે કેન્દ્ર અને રાજ્યમાં સહયોગી શિવસેનાએ દાવો કર્યો કે નોટબંધી અસરફળ રહી છે કારણે કે, તેનાથી કોઇ પણ પ્રકારનો ફાયદો થયો નથી.

શિવસેનાના પ્રવક્તાએ કહ્યું કે, બે વર્ષ બાદ સ્થિતિ એટલી ખરાબ છે, કે લોકો પ્રધાનમંત્રીને સજા આપવાની રાહ જોઇ રહી છે. કાયંદે દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, કે નાણાંમંત્રી અને આરબીઆઇના ગવર્નરની વચ્ચે થયેલા અણબનાવને કારણે દેશની આર્થિક સ્થિતિને સીધી અસર થઇ રહી છે. તથા વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માટે ચિંતીત છે.

(4:04 pm IST)