Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

છત્તીસગઢ ચૂંટણીઃ રાહુલનો પીએમ મોદી પર પ્રહાર, કહ્યું- નોટબંધી કરીને ગરીબોના પૈસા ઉદ્યોગપતિઓને આપ્યા

રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ત્રણ દિવસ બાદ મતદાન થવાનું છે. મતદાન પહેલા આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રદેશમાં કાર્યકર્તાઓને મળી રહ્યાં છે અને રેલી કરી રહ્યાં છે. તેમણે આજે કાંકેરમાં એક ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું હતું. ત્યાં તેમણે નોટબંધીને લઈને વડાપ્રધાન મોદીને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, નોટબંધી દરમિયાન તમે બધા બેન્કની લાઈમાં ઉભા હતા અને તમારા પૈસા લઈને 15 થી 20 ઉદ્યોગપતિઓના ખિસ્સામાં નાખી દેવામાં આવ્યો. નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી અને મેહુલ ચોક્સી પૈસા લઈને ભગાડી દેવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે, રમન સિંહના શાસનમાં 5000 કરોડ રૂપિયાનું ચિટફંડ કૌભાંડ થયું. ગરીબ લોકોના પૈસા લઈને કંપનીઓ ભાગી ગઈ, તેની કોઈ તપાસ થઈ. 60 લોકોના મોત થઈ ગયા છે. કંપનીઓ કોણે બનાવી? રમન સિંહના મિત્રોએ બનાવી હતી.

રાહુલે આજે ફરી એકવાર રાફેલ ડીલમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીની કંપનીને ફાયદો પહોંચાડવા માટે રાફેલ વિમાનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. તેની કંપનીએ ક્યારેય વિમાન બનાવ્યું નથી. રાહુલ કહ્યું કે, મોદીએ અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયાનો લાભ પહોંચાડ્યો છે.

પ્રદેશની 90 સીટો પર બે તબક્કામાં 12 નવેમ્બર અને 20 નવેમ્બરે મતદાન થશે. મતની ગણતરી 11 ડિસેમ્બરે થશે. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ભાજપ સત્તામાં છે.

(3:59 pm IST)