Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

દિવાળી બોનસ નહિ મળતા હડતાળ પર ગયો એર ઈન્ડિયાનો ગ્રાઉન્ડ સ્ટાફ : કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સહિત કુલ 37 ફ્લાઈટ્સ પર અસર

નવી દિલ્‍હી : દિવાળી બોનસ નહીં મળવા પર અને બીજા કેટલાક અન્ય મુદ્દાઓના ચાલતા આ કર્મચારીઓની હડતાળથી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સહિત કુલ 37 ફ્લાઈટ્સ પર અસર જોવા મળ્યો છે.

સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાના ફ્લાઈટ્સ ઓપરેશન્સ ગુરૂવારે એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસિઝ લિમિટેડ (એઆઈટીએસએલ)ના સ્ટાફે અચાનક હડતાળ કરી. દિવાળી બોનસ નહીં મળવા પર અને બીજા કેટલાક અન્ય મુદ્દાઓના ચાલતા આ કર્મચારીઓની હડતાળથી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સહિત કુલ 37 ફ્લાઈટ્સ પર અસર જોવા મળ્યો છે.

એર ઈન્ડિયાના એક અધિકારીના અનુસાર સરકારી એરલાઈન્સની સહાયક કંપની એઆઈટીએસએલ દેશના બધા એરપોર્ટ પર એર ઈન્ડિયાને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ આપે છે. કોન્ટ્રેક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓ સહિત આ કંપનીના કુલ પાંચ હજાર કર્મચારી છે.

એરલાઈન્સના અધિકારીએ બતાવ્યું કે એઆઈટીએસએલના કેટલાક કર્મચારી બુધવાર-ગુરૂવારની રાતે દિવાળી બોનસ ન મળવા પર, કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓની પુનર્સ્થાપન અને કોન્ટ્રેક્ટ રીન્યૂ નહીં કરવા પર હડતાળ પર ગયા. એનાથી ફ્લાઈટ્સ સંબંધી સેવાઓ પર અસર થઈ. આ કર્મચારી કોન્ટ્રેક્ટ પર છે.

એના ચાલતા ગુરૂવારની બપોરે ત્રણ વાગે કેટલાક આંતરરાષ્ટ્રીય વિમાનો સહિત 37 ફ્લાઈટ્સમાં ત્રણ કલાક મોડી રહી. આ સમસ્યાને ઉકેલવા માટે મુંબઈ એરપોર્ટ પર એરલાઈન્સે પોતાની સ્થાયી કર્મચારીઓને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પર લગાવી દીધા. હડતાળ પર ગયેલા કર્મચારીઓથી એઆઈટીએસએલના પ્રબંધની વાતચીત ચાલુ છે

(1:38 pm IST)