Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ચીન: કામ પુરું ન કર્યું, કર્મચારીઓને પીવડાવ્યો પેશાબ

 

પેઈચિંગ: ચીનમાં લોકોની સાથે અમાનવીય વર્તનની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહે છે. આવી જ એક વધુ એક ઘટના સામે આવી છે. જ્યારે એક હોમ રિનોવેશન કંપનીએ કામ પુરું ન થવા પર પોતાના કર્મચારીઓને પેશાબ પીવા અને વંદા ખાવા પણ મજબૂર કર્યા. તેમને બેલ્ટથી માર પણ મારવામાં આવ્યો.

બધા સ્ટાફની હાજરીમાં કરાયું આવું વર્તન

ચીનના સ્ટેટ મીડિયાએ ચીનના સોશયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયો અને તસવીરને ટાંકીને જણાવ્યું છે કે, બીજા વર્કર્સનું માથું મૂંડી દેવાયું. તેમને ટોઈલેટ બાઉલમાંથી પાણી પીવા મજબૂર કરાયા અને સેલેરી પણ આપવામાં આવી. સજા તરીકે આ અમાનવીય વર્તન બીજા સ્ટાફની સામે જાહેરમાં કરવામાં આવ્યું.

નોકરી છોડ્યા બાદ કર્મચારીઓએ જણાવી આપવીતી

ચીનના ગાઈઝો પ્રાંતમાં આવેલી કંપનીની નોકરી છોડ્યા બાદ વર્કર્સે આ ઘટનાઓ અંગે જણાવ્યું છે. ભૂલથી ફોર્મલ કપડાં અને જૂતા પહેર્યા વિના ઓફિસ આવનારાને 50 યુઆન (7.20 ડોલર) દંડ પણ કરાયો. સ્ટેટ મીડિયાનું કહેવું છે કે, આ સજાઓ બાદ પણ મોટાભાગના સ્ટાફે નોકરી ન છોડી.

કંપનીના ત્રણ મેનેજરોને થઈ સજા

એક લોકલ પબ્લિક સિક્યોરિટી બ્યૂરોની સોશયલ મીડિયા પોસ્ટ મુજબ, કંપનીના 3 મેનેજરોને આ અમાનવીય વર્તન માટે 5-10 દિવસની જેલ થઈ છે. એક્ટિવિસ્ટ ચીનમાં લેબર કન્ડિશન ખરાબ હોવાનો દાવો કરતા રહે છે.

(12:17 pm IST)