Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

મધ્યપ્રદેશ ચૂંટણીઃ કોંગ્રેસે અંતિમ યાદીમાં 17 ઉમેદવારોના નામ જાહેર :ભાજપના વિદ્રોહી સરતાજ સિંહને આપી ટિકીટ

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 17 ઉમેદવારોની પાંચમી યાદી  જાહેર કરી છે  દિવાળીના દિવસે તેણે ચોથી યાદીમાં 29 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. પાંચમી યાદીની સાથે જ કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટેના પોતાનાં ઉમેદવારો જાહેર કરી દીધા છે. 

કોંગ્રેસે છેલ્લી યાદીમાં સરતાજ સિંહને હોશંગાબાદ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. સરતાજ સિંહ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા છે. 

 આ અગાઉ બીજી લિસ્ટમાં 16 અને પ્રથમ લિસ્ટમાં 155 ઉમેદવારોનાં નામની જાહેરાત કરાઈ હતી. કુલ મળીને અત્યાર સુધી 213 બેઠકો પર ઉમેદવારોના નામનો નિર્ણય થઈ ચૂક્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં કુલ 230 બેઠકો છે. કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે તેમના સાળા સંજય સિંહને વારાસિવની બેઠક પરથી મેદાનમાં ઉતાર્યો છે.

(12:00 am IST)
  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST

  • મુંબઇના દાહણું નજીક માલગાડીમાં આગ લાગતા ગુજરાત-મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાતા ભરૂચ-અંકલેશ્વરમાં મુસાફરો અટવાયા access_time 6:44 pm IST

  • સ્‍વાઇન ફલુઅે વધુ અેકનો ભોગ લીધો : ઉપલેટાનાં વડજાંગ જાળિયાના ૬પ વષૅના વુધ્‍ધ્‍નુ મોત : કુલ મૃત્‍યુ આંક ૩પ થયો. access_time 7:57 pm IST