Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ભારત આવતા વિદેશી પ્રવાસીઓને ઇ-વીઝાને બદલે પેપર વીઝા આપોઃ ઇ-વીઝાની મુદત ૬૦ દિવસની હોય છે જયારે પેપર વીઝા ૬ માસ માટેના હોવાથી વિદેશી હૂંડિયામણ વધુ મળી શકેઃ ટુરીઝમ મિનિસ્ટર શ્રી કે.જે. આલ્ફોન્સની હોમ ડીપાર્ટમેન્ટ સમક્ષ રજૂઆત

ભારત આવતા વિદેશના પ્રવાસીઓને લાંબા ગાળાના વીઝા આપવા જોઇએ. જે રીતે અમેરિકા વિદેશી પ્રવાસીઓને આવા લાંબા ગાળાના વીઝા આપે છે.

ઉપરાંત આ વીઝા મલ્ટી પરપઝ હોવા જોઇએ. જે સરળ હોય, તથા લાંબા ગાળા માટે રોકાણ આપી શકનારા હોય.

આ માટે ઇ-વીઝા કે જે ૬૦ દિવસ માટેના હોય છે તેના બદલે પેપર વીઝા આપી શકાય જે ૬ માસની મુદત માટે હોય છે. તેનાથી વિદેશી હૂંડિયામણ વધુ મળશે. તથા પ્રવાસીઓની સંખ્યા વધશે. આથી ઈ-વીઝા તથા પેપર વીઝા વચ્ચેનો રોકાણ માટેનો ગાળો દૂર કરવો જોઇએ. આ અંગે હોમ ડીપાર્ટમેન્ટ સમક્ષ રજૂઆત કરાશે તેવું ટુરીઝમ મિનિસ્ટર શ્રી કે.જે. આલ્ફોન્સએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.(૧.૫)

(1:02 pm IST)
  • પાસપોર્ટમાં પિતાના નામ મુદ્દે HCનો નિર્ણય: પાસપોર્ટમાં લખી શકાશે સાવકા પિતાનું નામ: પંજાબ-હરિયાણા HCની ડબલ બેન્ચનો નિર્ણય: સિંગલ બેન્ચના નિર્ણયને પલટ્યો હાઈકોર્ટે access_time 10:13 pm IST

  • ૧૨મી નવેમ્બરના રોજ ડો.આંબેડકર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ અને માં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનો તાલીમ વર્ગ શરુ કરાશે access_time 6:46 pm IST

  • ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST