Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

હિમાચલના હમીરપુરની જવાહર નવોદય વિદ્યાલયમાં કોરોના વિસ્ફોટ : એક સાથે 47 બાળકો કોરોના સંક્રમિત

તંત્ર દ્વારા જવાહર વિદ્યાલયને તાળુ મારી દેવાયું : 12 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં બાદ સંપર્કમાં આવનારા 35 વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થયા

નવી દિલ્હી :કોરોનાની બીજી લહેરના અસ્તની સાથે જ લોકોની બેદરકારી ભારે પડી હોવાનું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ થઈ રહ્યાંની ઘટના બની રહી છે. હિમાચલના હમીરપુરની ઘટનાએ પણ આ આંકડામાં વધારો કર્યો છે. મુખ્ય મેડિકલ અધિકારી ડોક્ટર આર.કે. અગ્નિહોત્રીએ જણાવ્યું કે જિલ્લામાં રેપિડ એન્ટીજન ટેસ્ટ માટે કુલ 706 સેમ્પલો લેવાયા હતા જેમાંથી 67 પોઝિટીવ નીકળ્યાં હતા.

જવાહર નવોદય વિદ્યાલય ડૂંગરીમાં 12 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા. આ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર 35 વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. તંત્ર દ્વારા હાલ પુરતું જવાહર વિદ્યાલયને તાળુ મારી દેવાયું છે.

હમીરપુર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 193 નવા કેસ નોંધાયા છે 16,649 લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી 15,988 લોકો સાજા થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૮૧ લોકોના મોત થયા છે. જિલ્લામાં અત્યારે કુલ સક્રિય કેસ ૩૭૯ છે. શુક્રવારે જિલ્લામાં ૬૭ નવા કેસ નોંધાયા છે. સાથે જ એક દિવસમાં 40 લોકો સાજા થઈ ગયા છે. કોરોના ટેસ્ટ માટે શુક્રવારે જિલ્લામાં ૯૪૦ લોકોના નમૂના લેવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં આજે કોરોના ઇન્ફેક્શનના 193 નવા કેસ નોંધાયા છે, જ્યારે 193 દર્દીઓ સાજા થયા છે.હિમાચલમાં સક્રિય કેસ 1,402 સુધી પહોંચી ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ઇન્ફેક્શનથી 3,680 લોકોના મોત થયા છે. હિમાચલમાં અત્યાર સુધીમાં 2 લાખ 20 હજાર 254 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, જ્યારે 2 લાખ 15 હજાર 155 લોકોએ કોરોનાને પછાડ્યું છે. હિમાચલમાં સક્રિય કેસ 1,402 સુધી પહોંચી ગયા છે.

(11:58 pm IST)