Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

બોલર શિખા પાંડેએ એવો બોલ ફેંક્યો કે દિગ્ગજો પણ ચોંક્યા :પૂર્વ ક્રિકેટરે “બોલ ઓફ ધ સેન્ચ્યુરી” ગણાવ્યો

ખતરનાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની પત્ની અને ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ બેટ્સમેન એલિસા હીલી પણ આશ્ચર્ય ચકિત થઈ ગઈ

મુંબઈ :  ભારતીય મહિલા ટીમને ઓસ્ટ્રેલિયાની સામેની બીજી ટી-20 મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભારતીય બોલર શિખા પાંડેએ ઓસ્ટ્રેલિયા સામે બોલિંગથી ઓસ્ટ્રેલિયન ટીમ સહિત દિગ્ગજ ખેલાડીઓને પણ આશ્ચર્યમાં નાંખી દીધા હતા. તેણે ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન એલિસા હીલીને એવો બોલ ફેક્યો કે દિગ્ગજો તેની પ્રશંસા કરતા થાકતા નથી. પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે આ બોલને “બોલ ઓફ ધ સેન્ચ્યુરી” ગણાવ્યો છે.

શિખાના આ બોલ પર ઓસ્ટ્રેલિયાના ખતરનાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની પત્ની અને ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ બેટ્સમેન એલિસા હીલી પણ આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી. હીલી કંઈ સમજે તે પહેલા જ બોલ ઈનસ્વિંગ થઈને સ્ટમ્પની ચકલીને ઉડાડતો વિકેટ કિપરના હાથોમાં પહોંચી ગયો હતો.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 118 રન બનાવી શકી હતી. 119 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની ઓપનિંગ બેટ્સમેન એલિસા હીલીએ પાંડેના પહેલા બોલ પર શાનદાર ચોગ્ગો માર્યો હતો. જોકે, બીજા જ બોલ પર શિખાએ તેનાા બોલ ઓફ ધ સેન્ચ્યુરી થકી તેને પેવેલિયન ભેગી કરી નાંખી હતી. શિખાનો આ બોલ ખરેખર ખતરનાક હતો

શિખાએ શાનદાર ઈનસ્વિંગ બોલ ફેક્યો હતો જે હીલીની જરા પણ સમજાયો નહી અને તે ક્લિન બોલ્ડ થઈ ગઈ હતી, પવેલિયન જતા સમયે હીલીએ આપેલા રીએક્શનથી એ વાત સ્પષ્ટ પણે જણાઈ આવી કે હીલીને પાંડેએ નાખેલો બોલ સહેજ પણ સમજાયો ન હતો. શિખા પાંડેએ 4 ઓવરમાં 27 રન આપ્યા હતા અને તેને એક જ સફળતા મળી હતી. શિખા સિવાય રાજેશ્વરી ગાયકવાડે 21 રન આપીને 3 વિકેટ ઝડપી હતી

(11:17 pm IST)