Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

દેશભરમાં કોલસાની કટોકટી અતી ઘેરી બની : દિલ્હી, આંધ્ર અને પંજાબમાં વીજ પુરવઠાની ખૂબ જ ગંભીર સ્થિતિ : બ્લેકઆઉટ સર્જાય તેવો ભય : બીજા બે રાજ્યોમાં પણ સ્થિતિ કથળી રહી છે : કેન્દ્ર સરકારને એસઓએસ મદદ માંગતા સંદેશા મળી રહ્યા છે

નવી દિલ્હી ; કોલસાની કટોકટી ઘેરી થતી જાય છે. દિલ્હી, આંધ્ર પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારને એસઓએસ તાકીદના સંદેશા પાઠવીને આ રાજ્યોમાં મોટા પાયે પાવર કટની સ્થિતિ સર્જાયાનું જણાવ્યું છે.
પંજાબ સરકારે જાહેર જનતાને અપીલ કરી છે કે રાજ્યમાં કોલસાની ભયંકર અછત પ્રવર્તે છે અને લોકો જરૂરી ન હોય ત્યારે લાઈટો અને અન્ય ઉપકરણો બંધ રાખે.
ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ પંજાબમાં પ્રાઇવેટ થર્મલ પ્લાન્ટ પાસે હવે માત્ર એક દિવસનો અને રાજ્ય સરકાર હસ્તકના વીજ પ્લાન્ટમાં બે દિવસનો કોલસાનો પુરવઠો બચ્યો છે.
કોલ ઇન્ડિયા પાસેથી અપૂરતો કોલસાનો જથ્થો મળતો હોવાને કારણે પંજાબ સરકાર ભયંકર કોલસાની અછત ભોગવી રહેલ છે.
વીજ કટોકટીને પહોંચી વળવા માટે મોટાભાગના પંજાબમાં વિજકાપ.. પાવરકટ લાદવામાં આવ્યો છે.
દિલ્હીના થર્મલ પ્લાન્ટ પાસે માત્ર બે દિવસનો જ કોલસાનો પુરવઠો હવે બચ્યો છે.
ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારને એસઓએસ મેસેજ મોકલ્યા છે ત્યારે અન્ય બે રાજ્યો પણ કોલસાની ભયંકર અછતથી પીડાઈ રહ્યા છે.
આ ત્રણ થી પાંચ રાજ્યોમાં કોઈ પણ ક્ષણે કોઈ પણ ઘડીએ અંધારપટ.. બ્લેક આઉટની સ્થિતિ સર્જાવાનો ભય ઊભો થયો છે.

સરકારે જણાવ્યું છે કે અહીં દૈનિક વીજવપરાશ ચાર બિલિયન યુનિટથી પણ વધી ગયેલ છે. જે પૈકીની ૬૫થી ૭૦ ટકા ડિમાન્ડ કોલસા આધારિત વીજ પુરવઠો ઉત્પન્ન કરીને પૂરો કરવામાં આવે છે. *ન્યૂઝફર્સ્ટ

(10:16 pm IST)