Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

આગામી બે દિવસોમાં દિલ્હીની જનતા પર બ્લેક આઉટનો ખતરો

કોલસાથી ચાલનાર પાવર પ્લાંટોમાં કોલસાનો માત્ર એક દિવસનો સ્ટોક બચ્યો

નવી દિલ્હી : દેશમાં કોલસાની અછતને લઈને ઐતિહાસિક વિજળીનો કાપ જોવા મળી શકે છે. રાજધાની દિલ્હીની જનતા પર બ્લેક આઉટનો ખતરો મંડરાઇ રહ્યો છે. દિલ્હી સરકારે 9 ઓક્ટોબરે કહ્યું કે, જો વિજળી ઉત્પાદન કરનારા પાવર પ્લાન્ટોને થનારી કોલસાની આપૂર્તિમાં સુધારો થશે નહીં તો આગામી બે દિવસોમાં રાષ્ટ્રીય રાજધાનીમાં બ્લેક આઉટ થઈ શકે છે.

આનું સીધું કારણ છે વિજળી ઉત્પાદન કરનારા પ્લાંટોમાં કોલસાની અછત. દિલ્હી ઉપરાંત તમિલનાડૂ, ઓરિસ્સા સહિત અનેક એવા રાજ્ય છે જેમને વિજળી સંયંત્રોમાં કોલસાની અછતના કારણે લાંબી વિજળી કાપ પર ચિંતા વ્યક્ત કરી છે.

દિલ્હી સરકાર મુજબ નિયમ અનુસાર કોલસાથી ચાલનાર પાવર પ્લાંટોમાં એક મહિનાનો ન્યૂનત્તમ કોલસાનો સ્ટોક રાખવાનો હોય છે પરંતુ દિલ્હી પાસે માત્ર એક દિવસનો સ્ટોક બચ્યો છે.

દિલ્હીના ઉર્ઝા મંત્રી સત્યેંન્દ્ર જેને કહ્યું કે-“કોલસાની આપૂર્તિમાં સુધાર થશે નહીં તો બે દિવસમાં દિલ્હીમાં બ્લેકઆઉટ થઈ જશે. દિલ્હીને વિજળીની આપૂર્તિ કરવા અને કોલસાથી ચાલનાર વિજળી સંયંત્રોને એક મહિનાનો ન્યૂનત્તમ કોલસાનો સ્ટોક રાખવો પડતો હોય છે પરંતુ હવે તે ઘટીને એક દિવસનો રહી ગયો છે.”

કેજરીવાલ સરકારમાં મંત્રી સતેન્દ્ર જૈને કહ્યું કે- “કેન્દ્રને અમારી વિનંતી છે કે રેલવે વેગનની વ્યવસ્થા કરવામાં આવે અને કોલસાને વહેલામાં વહેલી તકે પહોંચાડવામાં આવે. તમામ પ્લાન્ટ પહેલેથી જ માત્ર 55 ટકા ક્ષમતા પર ચાલી રહ્યા છે.”

સ્થિતિ તે છે કે ઉત્તર અને ઉત્તર પશ્ચિમી દિલ્હી ક્ષેત્રોમાં વિજળીની આપૂર્તિ કરનારી કંપની- TPDDL-એ પોતાના ગ્રાહકોને વિજળીનું વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો આગ્રહ કરવા માટે એસએમએસ મોકલવાનું શરૂ કરી દીધું છે.

(7:55 pm IST)