Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

વારાણસીમાં પ્રિયંકા ગાંધીને દુર્ગા માતાના સ્વરૂપમાં દર્શાવતુ પોસ્ટર લગાડતા વિવાદ

કાર્યકરોનુ કહેવુ છે કે, પ્રિયંકા ગાંધી ખેડૂતો માટે દુર્ગા માતા જેવા છે. ખેડૂતોના હત્યારાઓને સજા અપાવવા માટે તેમણે અવતાર લીધો છે

વારાણસી : પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાની જાહેરાત કરેલી છે.

10 ઓક્ટોબર એટલે કે રવિવારે પ્રિયંકા ગાંધી વારાણસી પહોંચવાના છે ત્યારે કોંગ્રેસના યુવા કાર્યકરોએ પ્રિયંકા ગાંધીને દુર્ગા માતાના સ્વરૂપમાં દર્શાવતુ પોસ્ટર શહેરમાં લગાડતા તેને લઈને વિવાદ પણ થયો છે. આ પ્રકારના પોસ્ટરો શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લગાવાઈ રહ્યા છે.

કાર્યકરોનુ કહેવુ છે કે, પ્રિયંકા ગાંધી ખેડૂતો માટે દુર્ગા માતા જેવા છે. ખેડૂતોના હત્યારાઓને સજા અપાવવા માટે તેમણે અવતાર લીધો છે. આ પોસ્ટરો હરીશ મિશ્રા નામના કોંગી નેતાએ બહાર પાડ્યા છે.

મળતી વિગતો પ્રમાણે નવરાત્રી ચાલી રહ્યા હોવાથી પ્રિયંકા ગાંધી આ રેલી પહેલા માં કુષ્માંડા મંદિરમાં દર્શન કરવા માટે જવાના છે. ભૂતકાળમાં પીએમ મોદી પણ આ મંદિરમાં દર્શન કરી ચુકયા છે.

(7:41 pm IST)