Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ઉચ્ચ શિક્ષણ માટે કન્નડ ભાષા ફરજીયાત કરવાથી સમસ્યા ઉભી થશે : બીજા રાજ્યોમાંથી ઉચ્ચ અભ્યાસ માટે આવેલા1,32,000 વિદ્યાર્થીઓ અને તેમને ભણાવતા પ્રોફેસરોને અસર થશે : આવતીકાલે તમિલનાડુ તમિલ અને ઉત્તર પ્રદેશ હિન્દી ભાષા ફરજીયાત કરશે : સ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓ માટે કન્નડ શીખવાનું ફરજિયાત કરતા રાજ્ય સરકારના આદેશ વિરુદ્ધ કર્ણાટક હાઇકોર્ટમાં સુનાવણી શરૂ

કર્ણાટક : સ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓ માટે કન્નડ ભાષા શીખવાનું ફરજિયાત કરતા રાજ્ય સરકારના આદેશ વિરુદ્ધ કર્ણાટક હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઇ છે. જે અંતર્ગત નામદાર કોર્ટે કહ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ માટે કન્નડ ભાષા ફરજીયાત કરવાથી સમસ્યા ઉભી થશે .બીજા રાજ્યોમાંથી ઉચ્ચ અભ્યાસ માટે આવેલા1,32,000 વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર અસર થશે.તેમજ તેમને ભણાવતા પ્રોફેસરોની નોકરી ઉપર પણ અસર થશે .
નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે આવતીકાલે તમિલનાડુ તમિલ અને ઉત્તર પ્રદેશ  હિન્દી ભાષા ફરજીયાત કરશે. અન્ય રાજ્યો પણ વિદ્યાર્થીઓ માટે તેમની પ્રાદેશિક ભાષાઓને ફરજિયાત બનાવવાનો દાવો કરી શકે છે. તેવું સંસ્કૃતિ ભારતી કર્ણાટક ટ્રસ્ટ વિ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ એસ એસ મગદુમની ડિવિઝન બેન્ચે કહ્યું  હતું.

અદાલત 7 ઓગસ્ટ, 2021 અને 15 સપ્ટેમ્બર, 2021 ના બે સરકારી આદેશોને રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી જે સ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓ માટે કન્નડ શીખવાનું ફરજિયાત બનાવે છે.
અરજીમાં એવી ઘોષણા પણ માંગવામાં આવી છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી ( NEP ) વિદ્યાર્થી પર ઉચ્ચ શિક્ષણ માટે અભ્યાસક્રમના ભાગરૂપે કોઈ ચોક્કસ ભાષા પસંદ કરવા માટે કોઈ પ્રતિબંધ લાદતી  નથી.

 એડવોકેટ નાગાનંદે રજૂઆત કરી હતી કે રાજ્યનો નવો નિર્ણય એક મહિનામાં અમલમાં આવશે અને ઘણા કોલેજના શિક્ષકોને પણ અસર થશે.
કોર્ટે રાજ્ય સરકાર તેમજ ભારત સંઘને પણ નોટિસ પાઠવવાનો નિર્દેશ આપ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:17 pm IST)