Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

NCBની ટીમ દ્વારા બાંદ્રામાં ઇમ્તિયાઝ ખત્રી નામના બિલ્ડરના ઘર અને ઓફિસ પર દરોડા

રેવ પાર્ટી મામલે પકડાયેલા અચિત કુમારની થયેલી પુછપરછમાં ઇમ્તિયાઝ ખત્રીનું નામ સામે આવ્યુ

મુંબઈ :  રેવ પાર્ટી કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં દરોડા પાડ્યા છે. NCBની ટીમ બાંદ્રામાં ઇમ્તિયાઝ ખત્રી નામના બિલ્ડરના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. રેવ પાર્ટી મામલે પકડાયેલા અચિત કુમારની થયેલી પુછપરછમાં ઇમ્તિયાઝ ખત્રીનું નામ સામે આવ્યુ હતુ. ગયા વર્ષે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અચાનક થયેલા મોત મામલો ચર્ચામાં છવાયો હતો અને NCB સામે ઇમ્તિયાઝ ખત્રીનું નામ આવ્યુ હતુ જો કે કોઇ કાર્યવાહી કરવામા આવી ન હતી.

(1:05 pm IST)