Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

૧૨ MLA સંપર્કમાં છેઃ ભાજપ નેતાના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલના અણસા

શિવસેનાના ૧૨ વિધાયક તેમની ભાજપના સંપર્કમાં: લોનિકરે કહ્યું જો મહારાષ્ટ્રમાં અનેક ફેરફાર થવાના છેઃ બાબનરાવ લોનીકર સાબને હાલ જ શિવસેના છોડીને ભાજપમાં સામેલ થયા છે

મુંબઇ, તા.૯: ભાજપ અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબનરાવ લોનીકરે શુક્રવારે દાવો કર્યો છે કે સત્તાધારી શિવસેનાના  ૧૨ વિધાયક તેમની પાર્ટીના સંપર્કમાં છે. તેમણે રાજયમાં ફેરફારની ભવિષ્યવાણી કરી.  કોંગ્રેસ અને એનસીપીની સાથે ગઠબંધન ચલાવી રહેલી શિવસેનાએ લોનિકરના દાવાને ફગાવી દેતા કહ્યું છે કે વિપક્ષી પાર્ટી રાજયમાં સત્ત્।ામાં આવવાના સપના ધોળ દિવસે જોઈ રહ્યા છે.

નાંદેડ જિલ્લાની દેગલૂર વિધાનસભા સીટ પર ૩૦ ઓકટોબરે થવા જઈ રહેલી પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર સુભાષ સાબનેને સમર્થનમાં રેલી દરમિયાન લોનિકરે આ દાવો કર્યો. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રાવ સાહેબ દાનવ અને પાર્ટી નેતા આશિષ શેલર પણ સાબનેના પ્રચાર માટે દેગલૂરમાં છે. સાબને હાલ જ શિવસેના છોડીને ભાજપમાં સામેલ થયા છે.

સાબને દેહલૂર અને મુખેદ વિધાનસભા સીટથી ૩ વાર ધારાસભ્ય છે. લોનિકરે કહ્યું જો મહારાષ્ટ્રમાં અનેક ફેરફાર થવાના છે. હાજર સરકારમાં તો મતદાતાઓને ભાજપના સુભાષ સાબનેને જીતાડવા જોઈએ. રાજયમાં જાદૂ (ફેરફાર) બતાવીશું. શિવસેનાના ૧૨ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે.

લોનિકરના દાવા પર શિવસેના પ્રવકતા મનીષ કાયાંદેએ મુંબઈમાં કહ્યું કે તેમની વાતમાં કોઈ તથ્ય નથી. તેમણે કહ્યું કે ભાજપ રાજયમાં સત્તામાં આવવા માટે દિવા સ્વપ્ન જોઈ રહ્યું છે. તે હવે સપના જોઈ રહ્યા છે જયારે હાલમાં ૮૦ જિલ્લા પરિષદ સીટો માટે પેટા ચૂંટણીમાં તેમની સંખ્યા ઓછી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ અને શિવસેનાના રસ્તા નવેમ્બર ૨૦૧૯માં અલગ થઈ ગયા હતા. આ બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવી.

(11:00 am IST)