Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કોવિડ -19 વચ્ચે તમે રામ લીલાઓ માટે મંજૂરી આપી રહ્યા છો તો હર્બલ હુક્કા પર પ્રતિબંધ શા માટે ? : રેસ્ટોરન્ટ્સ અને બારમાં હર્બલ હુક્કા ઉપર પ્રતિબંધને પડકારતી પિટિશન દિલ્હી હાઇકોર્ટમાં દાખલ : ન્યાયધીશ સુશ્રી રેખા પલ્લીએ રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો : 18 ઓક્ટોબરના રોજ સુનાવણી

ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે કોવિડ -19 વચ્ચે રેસ્ટોરન્ટ્સ અને બારમાં હર્બલ હુક્કાના વેચાણ અને પીરસવા પર પ્રતિબંધને પડકારતી અરજીમાં દિલ્હી સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી.

જસ્ટિસ રેખા પલ્લી સંયુક્ત પોલીસ કમિશનરના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. કોવિડ -19 વચ્ચે રેસ્ટોરાં અને બારમાં હર્બલ હુક્કાના વેચાણ અને સેવા પર પ્રતિબંધ હતો.જેને પડકાર આપતી પિટિશનની સુનાવણીને ધ્યાને લઇ તેમણે જણાવ્યું હતું કે કોવિડ -19 વચ્ચે તમે રામ લીલાઓ માટે મંજૂરી આપી રહ્યા છો તો હર્બલ હુક્કા પર પ્રતિબંધ શા માટે ?

જીએનસીટીડી તરફથી હાજર રહેલા એડવોકેટ સંતોષ કુમાર ત્રિપાઠીએ રજૂઆત કરી હતી કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, આ આદેશ દિલ્હી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની એક અલગ એજન્સી દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને અદાલત આના મુખ્ય સચિવને નિર્દેશ આપી શકે છે.

તદનુસાર, કોર્ટે દિલ્હી સરકારને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને પુન: વિચારણા વધુ સમય આપ્યો છે. હવે આ મામલાની વધુ સુનાવણી 18 ઓક્ટોબરે થશે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(10:59 am IST)