Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

યુ.પી.કોંગ્રેસની કમાન રાજ બબ્બર પાસેથી લઇને ''ધરણા કુમાર'' ને સોંપતા પ્રિયંકા ગાંધી

પ્રચંડ મોદી લહેરમાં પણ આ ધરણાકુમારે વિજય મેળવી મોટો અપસેટ સર્જેલ

દેશનો સોૈથી જુનો પક્ષ કોંગ્રેસ અત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહયો છે. ભાજપ સામે લડવા ઉપરાંત સંગઠનમાં ફેરફાર પણ કોંગ્રેસની સોૈથી મોટી સમસ્યા છે. કોંગ્રેસ ઉત્તરપ્રદેશના અધ્યક્ષની પસંદગી કરી લીધી છે. સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર યુ.પી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ માટે પક્ષે અજયકુમાર બલ્લુના નામ પર મહોર લગાવી છે.

કોણ છે આ અજયકુમાર બલ્લુ ? કોંગ્રેસે ઘણા મનોમંથન પછી યુ.પી.ની કમાન અજયકુમાર બબ્લુ ?  યુ.પી.ની કમાન આ વખતે એવી વ્યકિતને સોપાંઇ છે જે જમીન પરથી ઉભો થઇને ઉપર આવેલ છે. તે એવા નેતા નથી જે જી હજુરીથી આગળ આવ્યા હોય. અજયકુમાર એવા નેતા છે જેને શ્રમિક અથવા મજુર પણ કહી શકાય. કોંગ્રેસ સુત્રોનું માનીએ તો પ્રદેશ કોંગ્રેસ કમીટીમાં યુવાઓને વધારે ભાગ અપાશે.

ઉલ્લેખનીય છે કે, બબ્લુના ભવિષ્ય બાબતે ૨૦૦૭માંજ ભવિષ્યવાણી કરી દેવાઇ હતી કે તે એક દિવસ મોટો નેતા બનશે. ત્યારે બલ્લુ કોંગ્રેસના નહીં પણ અપક્ષ ઉમેદવાર હતા. આ એક એવું નામ છે, જેને આ વિસ્તારના લોકો '' ધરણાકુમાર'' તરીકે ઓળખે છે. કારણ એકદમ સ્પષ્ટ છે કે તે હંમેશા સંઘર્ષશીલ રહયા છે. કેટલાય કેસમાં પોલીસની લાઠીઓ ખાધી પણ જનહિતના મુદ્દાને છોડયો નહોતો.

આવા સંઘર્ષશીલ નેતા પર કોંગ્રેસનું ધ્યાન પડયું અને પક્ષે પુરા વિશ્વાસ પુર્વક તેને ટીકીટ આપી., કોંગ્રેસનો આ દાવ સફળ થયો અને અજયકુમાર બલ્લુ તમકુહીરાજ બેઠક પર જીતી ગયા. ૨૦૧૨માં આ જીતે વિરોધીઓને પણ ચોંકાવી દીધા હતા, ત્યારપછી ૨૦૧૭માં મોદી લહેર પણ તેમને અસર ન કરી શકી અને સતત બીજીવાર તેમણે જીત મેળવી. ૨૦૧૯ની ચુંટણી પછી પ્રિયંકા ગાંધીની નજર તેમના પર પડી અને તેમણે તેને કોંગ્રેસ માટે નવા નેતાઓ પસંદ કરવાની જવાબદારી સોંપી હતી, ત્યારપછી તો પ્રિયંકાએ યુ.પી.માં જેટલા પણ મુદ્દા ઉઠાવ્યા તેમાં તે પ્રિયંકા સાથે ખંભેખંભા મિલાવીને ઉભો નજરે ચડયા હતા.

(3:41 pm IST)