Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

SBIએ સતત છઠ્ઠી વાર ઘટાડ્યા વ્યાજદર, ૧૦ ઓકટોબરથી સસ્તી થશે હોમ, ઓટો અને પર્સનલ લોન

SBIએ ગ્રાહકોને આપી દિવાળી ગિફ્ટ

મુંબઈ,તા.૯:દેશની સૌથી મોટી સરકારી બેંક State Bank of India (SBI)એ દિવાળી પહેલા ગ્રાહકોને વધુ એક ગિફ્ટ આપી છે. SBI ૧૦ ઓકટોબરથી MCLRના દર ૦.૧૦ ટકા સુધી દ્યટાડી દીધો છે. હવે જો તમે હોમ, ઓટો (SBI Loan Products) અને પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશખબર છે. બીજી તરફ, તમે જો બેંકના ગ્રાહક છો તો પણ તમને દ્યટાડેલા દરોનો ફાયદો મળશે. આપને જણાવી દઈએ કે ૪ ઓકટોબરે Reserve Bank of India (RBI)એ (Repo Rate Cut) ૦.૨૫ ટકા દ્યટાડવાની જાહેરાત કરી હતી. રેપો રેટ ૦.૨૫ ટકા ઘટીને ૫.૧૫ ટકા સુધી આવી ગયો છે.

SBI તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તહેવારોમાં ગ્રાહકોને વધુ ફાયદો પહોંચાડવા માટે બેંકે તમામ અવધિ માટે MCLR દર ૦.૧૦ ટકા સુધી ઘટાડી દીધા છે. હવે એક વર્ષ માટે નવી MCLR દરો ૮.૧૫ ટકાથી દ્યટાડીને ૮.૦૫ ટકા પર આવી ગયો છે. નવા દરો ૧૦ ઓકટોબરથી લાગુ થશે. બેંકે હાલના નાણાકિય વર્ષમાં સતત છઠ્ઠી વાર દરો ઘટાડ્યા છે.

RBIના રપો રેટ ઘટાડ્યા બાદ SBIએ MCLR પર આધારિત લોનની દરો ઘટાડી દીધા છે. હવે દર મહિને EMI ૦.૧૦ ટકા સુધી સસ્તો થઈ ગયો છે.

નોંધનીય છે કે, બેંકો દ્વારા MCLR વધારવા કે ઘટડવાની અસર લોન લેનારા ઉપરાંત તે ગ્રાહકોને પણ થાય છે, જેઓએ એપ્રિલ ૨૦૧૬ બાદ લોન લીધી હોય.

(4:02 pm IST)