Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

જાણીતા ગાયક નીતિન બાલીનું માર્ગ અકસ્માતમાં મોત

ઘેર જતી વેળાએ કાર ડિવાઈડર સાથે અથડતા 47 વર્ષીય નીતિન બાલીનું કરૂણમોત

નવી દિલ્હીઃ જાણીતા ગાયક નીતિન બાલીનું માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું. તેઓ 47 વર્ષના હતા. 

  નીતિન બાલી પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા એ સમયે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. હાજર પ્રત્યક્ષદર્શીએ તેમની ભત્રીજીને અકસ્માતની વિગતો જણાવી હતી. 

   નીતિન બાલી રિમિક્સ વર્ઝન 'નીલે નીલે અંબર પર', 'છુકર મેરે મન કો', 'એક અજનબી હસિના સે' અને 'પલ પલ દિલ કેપાસ' જેવા ગીતો માટે જાણીતા છે. 1998માં આવેલું તેમની ડિબેડ આલ્બમ ના જાને ઘણું જ પ્રખ્યાત બન્યું હતું. 

(8:27 pm IST)