Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બિસ્કીટ, કેક, ચિપ્સ, બ્રેડ બનાવવા માટે મેન્‍યુફેકચરિંગ પ્લાન્ટ શરૂ કરવા મુદ્રા સ્‍કીમ હેઠળ લોન ઉપલબ્ધઃ ૧ લાખમાં બેકારીનો વ્‍યવસાય શરૂ કરી શકાય

મોંઘવારીના આ જમાનામાં તમે ઘણાને કહેતા સાંભળ્યા હશે કે નોકરીમાં પુરુ નથી થતું બિઝનેસ કરવો છે, પણ જોકે તેમાંથી ઘણાખરાનું બિઝનેસનું સપનું નાણાંની વાત આવે એટલે અટકી જાય છે. કેમ કે બિઝનેસ માટે સૌથી પહેલા પૈસા ક્યાંથી આવશે તેનો વિચાર આવે છે. પરંતુ જો તમને ખબર પડે કે માત્ર એક લાખ રૂપિયામાં નવો બિઝનેસ શરૂ કરી શકો છો તો તરત જ બોલી ઉઠશો કે એવો ક્યો બિઝનેસ છે મારે પણ કરવો છે. ચાલો તો હવે આજે તમને જણાવી દીઇએ આ બિઝનેસ વિશે અને વધુ સરસ વાત તો એ છે કે આ બિઝનેસની ખૂબ જ ડિમાન્ડ રહે છે. જેના કારણે બેંક લોન પણ જલ્દીથી મળે છે.

બિસ્કિટ અને કેકનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ

આ નવો બિઝનેસ એટલે બિસ્કિટ, કેક, ચિપ્સ અને બ્રેડ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવો. આ બિઝનેસ માટે મુદ્રા સ્કીમ હેઠળ તમને લોન પણ સરળતાથી મળી શકે છે અને બેકરી પ્રોડક્ટની ડિમાન્ડ સમગ્ર વર્ષ દરમિયાન રહે છે. જેના કારણે તમારા બિઝનેસમાં ખોટ જવાની શક્યતા ખૂબ ઓછી રહે છે.

પ્લાન્ટ માટે જરુરી કાચો માલ

બિસ્કિટ, બ્રેડ, કેક વગેરે પ્રોડક્ટ બનાવવા માટે તમારે લોટ,મેદો, બટાકા, દૂધ, ઘી, ખાંડ, યીસ્ટ, મીઠું, ફ્લેવર પાઉડર અને એડિબલ કલર જેવું રો મટિરિયલ જોઈશે. જે ક્યાંય પણ તાલુકા સ્તરના શહેરમાં પણ ખૂબ સરળતાથી મળી જશે.

બિઝનેસ માટે આ પ્રમાણે આવશે ખર્ચ

1) વર્કિંગ કેપિટલ: 1.86 લાખ (આમા રો-મટિરિયલ, ઇન્ગ્રેડિએંટ, કામ કરનારની સેલરી, પેકિંગ, ટેલિફોન, રેંટ સહિતનો ખર્ચ સામેલ છે.)

2) ફિક્સ્ડ કેપિટલ: 3.5 લાખ રૂપિયા (આમા દરેક પ્રકારની મશીનરી અને ઇક્યૂપમેંટનો ખર્ચ સામેલ છે)

3) ટોટલ ખર્ચ: 5.36 લાખ રૂપિયા

આ રીતે મળશે સબસિડી અને મદદ

હવે તમે કહેશો કે આપણે તો બિઝનેસ માટે ફક્ત રુ. 1 લાખની વાત હતી અહીં તો કુલ ખર્ચ રુ. 5.36 લાખ થાય છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરુર નથી. બિઝનેસ માટે તમારે તો ફક્ત રુ. 90 હજાર જ પોતાના ખિસ્સામાંથી કાઢવા પડશે. જ્યારે 2.97 લાખ રૂપિયા બેંકથી ટર્મ લોન મળશે અને 1.49 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલ લોન તરીકે મળશે.

આ છે નફાનું ગણીત

જો તમે અહીં આપેલ પ્રોજેક્શન મુજબ માસિક 1.86 લાખ રૂપિયાની વર્કિંગ કેપિટલ સાથે મેન્યુફેક્ચરિંગ શરૂ કરો તો વર્ષભરમાં કુલ 20.38 લાખ રૂપિયાનું વેચાણ થશે. જેમાંથી પ્રોડક્શન કોસ્ટ રુ. 14.26 લાખ બાદ કરશો તો વાર્ષિક ગ્રોસ પ્રોફિટ 6.12 લાખ રૂપિયા રહેશે. જેમાંથી બેંક લોનનું વ્યાજ(અંદાજિત 50,000), ઇન્કમ ટેક્સ(13,000) અને અન્ય પરચુરણ ખર્ચા(70,000) બાદ કરશો તો વાર્ષિક નેટ પ્રોફિટ 4.6 લાખ રૂપિયા રહેશે. જેને માસિક પ્રોફિટમાં કાઉન્ટ કરો તો દર મહિને રુ. 35 હજારથી વધારે આવક થશે. તમારી બેલેન્સ શીટને જોતા તમારા રોકાણ પર રિટર્ન 78 ટકા જેટલું મળશે.

(5:32 pm IST)