Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ગ્રીન પત્તી ચાના ભાવ સપ્ટેમ્બરમાં કિલોએ ૧.૫૦ રૂપિયા વધ્યા

નવી દિલ્હી તા ૯ : ભારતીય ટી બોર્ડ દ્વારા સપ્ટેમ્બર મહિના માટે બોટલીફ ટી ફેકટરીઓ માટે નાના ઉત્પાદકો પાસેથી ગ્રીન ણત્તી - ચાની પત્તી માટેના ખરીદભાવમાં આગલા મહિના કરતા ૧.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને બોટલીફ ફેકટરીઓ નીલગિરિ વિસ્તારમાં સોૈથી વધારે છે.

ટી બોર્ડના એકઝિકયુટિવ ડિરેકટર સી.પોૈલરાસુએ જણાવ્યું હતું કે 'ઓગસ્ટ મહિનામા ંબોટલીફ ફેકટરીઓમા ંCTC ચાના એવરેજ ભાવ રહ્યા હતા એ પ્રમાણે જ ગ્રીન પત્તીના ભાવ પણ નક્કી કરવામાં આવે છે. સપ્ટેમ્બર મહિના માટ.ે આ  ભાવ ૧૪ રૂપિયા નક્કી કર્યા છે. પરિણામે ફેકટરીઓ ખેડૂતો પાસેથી આ ભાવથી નીચા ભાવથી પત્તીની ખરીદી કરી શકશે નહ, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ ભાવ ૧૧ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા એની તુલનાએ પણ ત્રણ રૂપિયા ઊંચા છે.

નીલગિરિ બોટલીફ ટી મેન્યુફેકચરર્સ એસોસિએશનના પ્રમુખ રમેહ ભોજરાજને જણાવ્યું હતું કે ' ટી બોર્ડ દ્વારા ચાના ભાવ મહિનો પુરો થાય ત્યાર બાદ જ નક્કી કરવામાં આવશે. ચાના ભાવ ઓકશનના આધારે ઁનક્કી થાય છે, પરંતુ ઓકશન સમગ્ર મહિના દરમ્યાન ચાલતું હોય છે. પરિણામે સરકારે મહિનાની શરૂઆતમાં જ ઓકશભાવ નક્કી કરી નાખવા જોઇએ.

ઉલ્લેખનીય છેકે ચાના ભાવ સરેરાશ તમામ ઓકશનમાં ઊંચા કવોટ થઇ રહ્યા હોવાથી 'ટી બોર્ડ દ્વારા ગ્રીન પત્તી ચાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.. આગામી દિવસોમાં ચાના ભાવ આખુ વર્ષ દરમ્યાન સરેરાશ ઊંચા જ રહે એવી સંભાવના વેપારીઓ વ્યકત કરી રહ્યા છે.

(3:28 pm IST)