Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

એક દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ 4 દિવસમાં 76 પૈસાનો વધારો ઝીકાયો

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં આપવામાં આવેલી છૂટને હજુ એક સપ્તાહ પણ નથી થયું અને ફરી પાછા ઈંધણના ભાવમાં વધારો થવાનો શરૂ થઈ ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં  2.50ની છૂટ આપવામાં આવી હતી અને તેની સામે છેલ્લા ચાર દિવસમાં 76 પૈસાનો વધારો થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી ભારતમાં તેની અસર જોવા મળી છે

(7:58 pm IST)