Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

કેરળ ટ્રાફિક પોલીસે સાઈકલ સવારનો મેમો ફાડ્યો;ફટકાર્યો બે હજારનો દંડ !

વધારે સ્પીડ અને હેલ્મેટ પહેર્યા વિના સાયકલ ચલાવતો હોવાનું આપ્યું કારણ :વિડિઓ વાયરલ થયા બાદ તપાસના આદેશ

 

કેરળમાં ટ્રાફિક પોલીસે એક સાયકલ ચલાવતા શખ્શનો મેમો ફાડીને 2000નો દંડ ફટકારતા અને મામલે સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ થતા તપાસના આદેશ અપાયા છે કેરળ ટ્રાફિક પોલીસે મેમો ફળવાના કારણમા   શખસ જરૂર કરતા વધારે સ્પીડથી સાઈકલ ચલાવી રહ્યો હતો.અને  હેલ્મેટ પહેર્યા વિનાનો હોવાથી મેમો ફાડ્યો હતો

   મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઉત્તર પ્રદેશનો કાસિમ કેરળના કાસરગોડ જિલ્લામાં રહે છે. તે પાછલા અઠવાડિયે કુમ્બાલા હાઈવે પર સાઈકલ દ્વારા જઈ રહ્યો હતો. ત્યારે કેરળ પોલીસે તેને અટકાવ્યો અને સ્પીડમાં સાઈકલ ચલાવવા માટે તેને 2000 રૂપિયા દંડ ભરવા માટે કહ્યું. પરંતુ કાસિમે કહ્યું કે તેની રોજની ઈન્કમ 400 રૂપિયા છે, તે 2000 રૂપિયા નહીં ભરી શકે. બાદ પોલીસે તેની પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો .

  પોલીસ પર એવો પણ આરોપ છે કે તેમણે કામિસની સાઈકલમાંથી હવા કાઢી નાખી. સાથે કાસિમને પોલીસે જે મેમોની પહોંચ આપી તેમાં વાહનનો રજિસ્ટ્રેશન નંબર છે, તે નંબર પર એક મહિલાના નામે સ્કૂટર રજિસ્ટર્ડ છે. લોકોને મામલાની જાણ ત્યારે થઈ જ્યારે કાસિમે પોતાની સાથે બનેલી ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો

  સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ થયા બાદ લોકો કાસિમને સમર્થન કરી રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ પોલીસ ચીફે પણ તપાસમાં આદેશ આપ્યા છે. રિપોર્ટ્સ મુજબ ઘટનામાં એસઆઈને દોષી માનવામાં આવ્યા છે અને હવે વિભાગ તેમની વિરુદ્ધ પગલા લઈ શકે છે.

(12:00 am IST)