Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

હવે આવકવેરા વિભાગની કાર્યવાહીમાં તેજીની શકયતા: અર્ધ વાર્ષિક રિપોર્ટમાં આઇટી ચિંતિત

નવી દિલ્હી ;આગામી દિવસોમાં આવકવેરા વિભાગની કાર્યવાહીમાં તેજી આવે તેવી શકયતા છે આયકર વિભાગના અર્ધવર્ષિક રિપોર્ટ જોયા પછી આયકર વિભાગના અધિકારીઓએ આવનાર દિવસમાં સર્ચ અને સીઝરની કારવાહી તેજ કરવાનું વિચારી રહ્યા છે કેમ કે, કરદાતાઓમાં વ્યાપ્ત નિરાશા જોયા પછી ગુજરાત "આયકર વિભાગ વાર્ષિક લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે કે નહિ" બાબતે શંકા-કુશંકા સેવાઈ રહ્યું છે.

  ગુજરાત આયકર વિભાગે 2017-18 વર્ષના 48 હજાર કરોડની સરખામણીમાં 2018 - 19 વર્ષે 55 હજાર 5 સો કરોડનો લક્ષ્ય કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યું છે જે 15.62 ટકાથી વધારે છે તેની સામે ગુજરાત આયકર વિભાગે 2018-19 પ્રથમ અર્ધવાર્ષિક દરમિયાન ફક્ત 9 .99 ટકાનો લક્ષ્ય જ હાંસલ કર્યો છે, એટલું જ નહીં રિટર્ન ભરનારની સંખ્યા પણ ગયા વર્ષ કરતાં ઓછું રહે અથવા તો નક્કી કરાયેલા લક્ષ્ય નહીં હાંસલ થઇ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે

 . વર્ષ 2017-18માં કુલ 38 લાખ લોકોએ રિટર્ન ફાઈલ કર્યું હતું જેની સામે 15 ઓક્ટોબર સુધીના બીજા એક્સ્ટેંશન મળ્યું છતાં 34 લાખ 59 હજાર 490 રિટર્ન ભરાયા છે. દોઢ મહિનાનો સમયગાળા વધારે મળ્યા છતાંય 3 લાખ 60 હજાર જેટલા ઓછા રિટર્ન ભરાયા છે. એટલું જ નહિ કોર્પોરેટ ઈન્ક્મ ટેક્સ પણ 5.6 ટકાના ઉછાળા સાથે 10 હજાર 283.8 કરોડ ભરાયા છે જે ગત વર્ષથી 543.7 કરોડ વધારે છે.

 વ્યક્તિગત આયકર તેમજ એડવાન્સ ટેક્સમાં જરૂરત મુજબના સામાન્ય સુધારો જરૂર જોવા મળી રહ્યો છે. વ્યક્તિગત આયકર 14 .5 ટકાના વૃદ્ધિ સાથે 10 હજાર 608.4 કરોડ કરદાતાઓ ભર્યું છે જયારે 13 .56 ટકાના વૃદ્ધિ સાથે 9 હજાર 645.90 કરોડ એડવાન્સ ટેક્સ ભરવામાં આવ્યું છે. TDS (200)માં 14 .20 ટકાના વૃદ્ધિ સાથે 9 હજાર 860.20 કરોડ જમા થયા છે.

(9:19 am IST)