Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

જાતીય સતામણીના વિવાદ બાદ ચાલુ વર્ષે સાહિત્ય ક્ષેત્રનું નોબલ પારિતોષિક ન અપાયું

જાતીય શોષણના આરોપો બાદ એકૅડેમી આ નિર્ણય લીધો હતો

નોબલ કમિટી દ્વારા અર્થશાસ્ત્રના પુરસ્કારની જાહેરાત કરી હતી અગાઉ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તથા શાંતિ માટેના નોબલ પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે સોશિયલ મીડિયા પર યૂઝર્સમાં સવાલ ઊઠી રહ્યા છે કે હજુ સુધી સાહિત્ય માટેના નોબલ પારિતોષિકની જાહેરાત થઇ નથી જોકે નોબલ પારિતોષિક એનાયત કરતી સ્વિડિશ એકૅડેમીએ ચાલુ વર્ષે સાહિત્યક્ષેત્રનો નોબલ પુરસ્કાર નહીં આપવાની જાહેરાત કરી છે.

મે મહિનામાં જાતીય શોષણના આરોપો બાદ એકૅડેમી નિર્ણય લીધો હતો.ગત વર્ષે સમિતિના મહિલા સભ્યના પતિની સામે જાતીય શોષણના આરોપ લાગ્યા હતા, પરંતુ તેનું યોગ્ય રીતે નિરાકરણ નહીં લાવવાને કારણે નિર્ણય લેવાયો હતો.નોબલ સમિતિ દ્વારા 2018ના વિજેતાની જાહેરાત વર્ષ 2019ના વિજેતાની સાથે કરવામાં આવશે.

1901માં નોબલ પ્રાઇઝ આપવાની શરૂઆત થઈ, ત્યારથી માંડીને અત્યારસુધીમાં સૌથી મોટો વિવાદ હોવાનું કહેવાય છે.એકૅડેમીના કહેવા પ્રમાણે, પુરસ્કારમાં લોકોનો વિશ્વાસ ડગ્યો હોવાથી નિર્ણય લેવાયો હતો.

ગત વર્ષે નવેમ્બર મહિનામાં સ્વિડિશ એકૅડમીના ફંડથી કલ્ચરલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ફ્રેન્ચ ફોટોગ્રાફર જેન-ક્લાઉડ અર્નોલ્ટ સામે 18 મહિલાઓએ જાતીય સતામણીના આરોપ મૂક્યા હતા.મહિલાઓનું કહેવું છે કે એકૅડેમીની માલિકીની બિલ્ડિંગ્સમાં સતામણીની ઘટનાઓ ઘટી હતી. જોકે, અર્નોલ્ટે આરોપોને નકાર્યા હતા.બાદમાં સંગઠને અર્નોલ્ટનાં પત્ની કેટરિના ફોરસ્ટેન્સનને કમિટીમાંથી હટાવવાનો નિર્ણય કર્યો. કેટરિના કવિયત્રી અને લેખિકા છે.

પહેલાં હિતોના ટકરાવ તથા નોબલ પુરસ્કાર વિજેતાઓનાં નામ લિક કરવાના આરોપોને કારણે પણ સંગઠનમાં વિવાદ ઊભો થયો હતો.ત્યારબાદ કેટરિના તથા એકૅડેમીના વડા પ્રોફેસર સારા ડાનિસે રાજીનામાં આપી દીધાં હતાં.

2019માં સાહિત્યક્ષેત્રે બે નોબલ પ્રાઇઝ આપવામાં આવશે. જોકે, એકસાથે બે વર્ષનાં પુરસ્કાર એનાયત થાય તેવું પહેલી વખત નથી બન્યું.અગાઉ 1936માં કોઈને પુરસ્કાર અપાયો હતો. તેના એક વર્ષ બાદ અમેરિકાના નાટ્યલેખક યુજીન 'નિલને આગળના વર્ષનો પુરસ્કાર એનાયત થયો હતો.

જાતીય શોષણ સામે ચાલી રહેલા #MeToo અભિયાનને કારણે પણ એકૅડેમીને નિર્ણય લેવાની ફરજ પડી હોય તેમ જણાય છેઆટલી અંધાધૂંધીની વચ્ચે જો પુરસ્કારની જાહેરાત થઈ હોત તો સંભવિત વિજેતાએ પુરસ્કારનો સ્વીકાર કર્યો હોત.વિવાદ સમયે સંગઠને બહાર પાડેલા નિવેદનમાં કહ્યું હતું કે, સાહિત્યના નોબલ પારિતોષિકની પ્રતિષ્ઠાને 'ખાસ્સું' નુકસાન થયું છે.સાથે ખાતરી આપી હતી કે, સંગઠનમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય તે માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવશે

સ્વિડિશ વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબલે વર્ષ 1895માં પોતાની વસિયતમાં પુરસ્કારની સ્થાપના કરી હતી.નોબલ પુરસ્કાર રસાયણવિજ્ઞાન, સાહિત્ય, શાંતિ, ભૌતિકવિજ્ઞાન અને મેડિસિન એમ પાંચ અલગઅલગ ક્ષેત્રે આપવામાં આવે છે.વર્ષ 1968માં અર્થશાસ્ત્ર માટેનો નોબલ પુરસ્કાર આપવાનું શરૂ થયું હતું.

ઍવૉર્ડ કોને આપવો તે અલગ અલગ જૂથ નક્કી કરે છે. રોયલ સ્વિડિશ એકૅડેમી ઑફ સાયન્સિસ ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન અને અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કાર એનાયત કરવાની જવાબદારી સંભાળે છે.

નોબલ ઍસેમ્બ્લી મેડિસિન ક્ષેત્રે ઍવૉર્ડ આપે છે અને સ્વિડિશ એકૅડેમી સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ આપે છે.શાંતિ ક્ષેત્રે મળતો નોબલ ઍવૉર્ડ સ્વિડિશ ઑર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવતો નથી. તેની પસંદગી નોર્વેઇન નોબલ કમિટી કરે છે.

વર્ષ 1901થી સાહિત્ય ક્ષેત્રે દર વર્ષે ઍવૉર્ડ આપવામાં આવે છે.નોબલ પુરસ્કાર વિજેતાને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. સાથે ડિપ્લોમા અને નોબલ ફાઉન્ડેશનની વાર્ષિક આવક પર આધારિત નક્કી થયેલી ધનરાશિ મળે છે.

લૉરિએટ (નોબલ પ્રાઇઝ વિજેતા)ને ભાષણ આપવા માટે બોલાવવામાં આવે છે. દર વર્ષે 10મી ડિસેમ્બરના રોજ ઍવૉર્ડ સમારોહનું આયોજન થાય છે.

(12:00 am IST)