Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ઓસ્ટ્રેલિયામાં રાસ ગરબાની રમઝટ : પાટીદાર સમાજ ઓફ વિક્ટોરિયાના ઉપક્રમે 6 ઓક્ટો ના રોજ યોજાયેલ ગરબા નાઈટમાં 2500 જેટલા લોકો ઉમટી પડ્યા

વિક્ટોરિયા :ઓસ્ટ્રેલિયામાં પાટીદાર સમાજ ઓફ વિક્ટોરિયાના ઉપક્રમે તાજેતરમાં 6 ઓક્ટો.ના રોજ ગરબા નાઇટનું આયોજન કરાયું હતું.જેમાં તમામ માટે વિના મુલ્યે પ્રવેશ હતો. પાટીદાર સમાજ ઓફ વિક્ટોરિયા દ્વારા 5 વર્ષથી પ્રકારે ગરબાનું આયોજન થાય છે. વર્ષે યોજાયેલી ઇવેન્ટમાં 2500 જેટલાં લોકોએ ગરબામાં ભાગ લીધો હતો.

 પાટીદાર સમાજ ઓફ વિક્ટોરિયામાં અહીંયા વસતા સ્ટુડન્ટ્સ, ગુજરાત અને ભારતના નવા ઇમિગ્રન્ટ થયેલા લોકો માટે હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં સેટલ થવા માટે જરૂરી માર્ગદર્શન પણ પાટીદાર સમાજ દ્વારા પુરૂં પાડવામાં આવે છે.

(10:23 pm IST)