Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બિહારમાં સ્ત્રી સશક્તિકરણ ઝુંબેશના ધજાગરા : સરકારી કન્યા શાળાની 30 બાળકીઓ ઉપર નિર્લજ્જ હુમલો : સ્કૂલની દીવાલો ઉપર અભદ્ર લખાણો તથા ચિત્રો દોરનાર યુવકોનો વિરોધ કરવાની શિક્ષા : 30 બાળાઓ હોસ્પિટલમાં : 9 લુખ્ખાઓની ધરપકડ

બિહાર : બિહારમાં SC,ST,OBC,તથા લઘુમતી કોમની કન્યાઓ માટે સરકાર દ્વારા ચલાવાતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીવાલો ઉપર અમુક લોકો અભદ્ર લખાણો લખી જતા હતા. તેમજ આવા ચિત્રો દોરી છાત્રાઓને ક્ષોભનીય પરિસ્થિતિમાં મૂકી દેતા હોવાથી આ સ્કૂલની કન્યાઓએ આવા લુખ્ખા તત્વોને ટપારતા  તેમણે હુમલો  કરતા   30 બાળકીઓ ઈજાગ્રસ્ત થઇ હતી.જેઓને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.6 સપ્ટે ના રોજ બનેલી આ ઘટના બાબતે FIR નોંધાતા 9 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે.સુપ્રીમ કોર્ટએ પણ આ મામલે તાત્કાલિક પગલાં લેવા સત્તાવાળાઓને આદેશ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:48 pm IST)