Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જમ્મુ-કાશ્મીર તથા હિમાચલમાં ભુકંપ

તીવ્રતા ૫ માપવામાં આવી ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડયા

નવી દિલ્હી,તા.૯: જમ્મુ અને હિમાચલ પ્રદેશની બોર્ડરના વિસ્તારોમાં સોમવારે બપોરે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. ચંબા અને આજુબાજુના વિસ્તારમાં ૧૨ વાગીને ૧૦ મિનિટ પર ભૂકંપના ઝાટકા આવ્યા. રિએકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫. માપવામાં આવી છે. કોઈપણ પ્રકારના જાનહાનીના અહેવાલ મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર ચંબા હતું, જે બે રાજય (જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ)નો બોર્ડર વિસ્તાર છે.જાણવા મળી રહ્યું છે કે રવિવારે પણ આ વિસ્તારમાં ભુકંપના ઝાટકા અનુભવમાં આવ્યા હતા. સોમવારે અંદાજે ૧૨:૧૦ વાગ્યે જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગો અને હિમાચલ પ્રદેશના ચંબામાં ભુકંપના ઝાટકા અનુભવાયા છે. જાનમાલના નુકસાનજન કોઇ અહેવાલ નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રેકટલ પર ૩.૪ તીવ્રતા વાળો ભુકંપનો પ્રથમ ઝટકો વહેલી સવારે અનુભવાયો હતો જ્યારે બીજા આંચકો ૪.૯ની તીવ્રતા વાળો સવારે ૮:૧૦ વાગ્યે અનુભવાયો બંને ઝાટકાનું કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીરની સરહદે ચંબામાં હતું

(4:18 pm IST)