Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

હું ભગવાનના એરપોર્ટની ડીયાર્ચર લોંજમાં બેઠો છું : મોદીજી આપ આટલા કામો જલ્દી પુરા કરજો

ભૂતપૂર્વ કાયદાપ્રધાન રામ જેઠમલાણીએ અંતિમ સમયમાં કરી હતી મોટી વાત

 નવી દિલ્હી, તા. ૯ :  રામ જેઠમલાણી ૯પ વર્ષની વયે નિધન થઇ ચુકયું છે. જેઠમલાણી પ્રખ્યાત વડીલ હોવાની સાથે લાંબા સમય સુધી રાજકારણમાં પણ સક્રિય રહ્યા હતા. એનડીએ સરકારમાં કેન્દ્રીય પ્રધાન પણ બન્યા હતા અને ભાજપામાં તેમની આવન-જાવન ચાલુ રહી હતી. વડાપ્રધાન મોદીએ રામ જેઠમલાણીના નિધન પર દુઃખ વ્યકત કરતા કહ્યું કે રામ જેઠમલાણીને તેમના તર્કો માટે હંમેશા યાદ કરવામાં આવશે.

રામ જેઠમલાણી પોતાની રાજકીય સક્રિયતાના આખરી દૌરમાં મોદીજીથી બહુ પ્રભાવિત થયા હતા અને વિદેશી બેંકોમાંથી કાળુનાણું પાછું લાવવાની માંગણી બાબતે તેમણે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની વાત પણ કરી હતી. પણ મોદી જેવા સતા પર આવ્યા એટલે કે કાળા નાણાની વાત તે લગભગ ભૂલી ગયા. ધીમેધીમે જેઠમલાણી વડાપ્રધાન મોદી સામે નારાજ થવા લાગ્યા અને એક સમય એવો પણ આવ્યો જયારે તેમણે બયાન આપ્યું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની માંગણીને સમર્થન આપવું તે તેમની સૌથી મોટી નાદાની હતી. તેમણે કહ્યું કે વિદેશી બેંકોમાંથી કાળુ નાણુ પાછુ લાવવા સહિતના બધા વચનોને ધ્યાનમાં રાખીને તેમણે મોદીને ટેકો આપ્યો હતો પણ હવે તેઓ પોતાને આના માટે ગુનગાર અને છેતરાયેલા હોવાનું અનુભવે છે.

તેમણે ર૦૧૭માં એક બ્લોગમાં મોદી સરકારને ઢમઢોરતા લખ્યું હતું. ''પ્રિય મોદીજી, શાનદાર જીત માટે ઢગલાબંધ અભિનંદન, હું ખુશ છું, તેમાં થોડી જાજી મારી પણ ભૂમિકા રહી છે પણ હું તમને જણાવવા માટે લખી રહ્યો છું કે હું હવે ભગવાનના એરપોર્ટના ડીપાર્ચર લોંજમાં બેઠો છું, અને મારે તમારી પાસેથી કંઇ નથી જોઇતું. હવે તમે ફકત એ વચનો પુરા કરો, જે તમે દેશને આપ્યા છે. ''રામ જેઠમલાણીના નવ પાનાના આ બ્લોગમાં તેમણે ૧૮ મુદ્દાઓ મોદી સરકાર સામે ઉઠાવ્યા હતા.

તેમણે પોતાના નવ પાનાના બ્લોગમાં અભિનંદન આપ્યા પછી લખ્યુ હતું કે મોદીજી હવે હું આપને આપની નિષ્ફળતાઓની યાદી જણાવું છું. આ તો તમારી ફકત મોટી મોટી નિષ્ફળતાઓ જ છે.

(૧) ૯૦ લાખ કરોડનું કાળુ નાણું પાછું લાવવાનું વચન આપીને તમે ચૂંટણી જીત્યા હતા.

(ર) દરેક ગરીબ પરિવારને ખાતામાં ૧પ લાખ રૂપિયા આપવાનું તમે વચન આપ્યું હતું.

(૩) સંયુકત રાષ્ટ્રએ ચાર વર્ષ કામ કરીને ર૦૦૪માં યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અડોઇન્ટર કરપ્શન રજૂ કર્યુ હતું ત્યારની કોંગ્રેસ સરકારે આના પર સહી તો કરી પણ ડોકયુમેન્ટ ઓફ રેટીફીકેશન જમા નહોતું કરાવ્યું જેના વગર આ કન્વેન્શન લાગુ ન પડે અને તમે દેશને આ અંગે કંઇ નથી જણાવ્યું.

(૪) જર્મન સરકારે લીચટેંસ્ટેન બેંકના એક કર્મચારીને ૪૭.પ કરોડ ડોલરની લાંચ આપીને ર૦૦૮માં ૧૪૦૦ નામોની ભાળ મેળવી હતી. સ્વીસ બેંક અને જર્મન સરકારે જણાવ્યું હતું કે તે લીસ્ટમાં નામ ભારતીયોના હતા. જર્મનીએ આ માહિતી બિનશરતી અને મફત આપવાની ઓફર કરી પણ સરકારે અથવા ભાજપાના કોઇ નેતાએ તે સ્વીકારી નહોતી.

(પ) ઉપરોકત બાબતે સુપ્રીમ કોર્ટે ર૦૧૧માં મારા અને મારા સાથીદારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

(૬) સત્તારૂઢ કોંગ્રેેસ પક્ષની અધ્યક્ષાએ  સ્વિત્ઝરલેન્ડના નાણા પ્રધાનને બોલાવ્યા અને ગુપ્ત પ્રોટોકોલ સ્વીકારી લીધા જેમાં બે ખતરનાક શરતો હતી.

(ક) ભારત ભૂતકાળની નહી પણ ભવિષ્યની માહિતીઓ માંગશે.

(ખ) ભારત ટેક્ષેશન એવોઇડન્સ ટ્રીટીનો ઉપયોગ કરશે.

(૭) મેં આ કેસ સુપ્રિમમાં ઉઠાવ્યો, જેનો બહુ પ્રચાર થયો. ત્યારે તમે મારો સંપર્ક કર્યો અને વચન  આપ્યું કે આ બાબતે લડવાની સામુહિક કોશિષો કરીશું. મેં મારી નાદાનીમાં એમ પણ કહ્યું હતું કે તમે દેશના આગામી વડાપ્રધાન બનવા જોઇએ.

(૮) મેં આપને કાયમ કહ્યું હતું કે આ કૌભાંડ પરથી પડદો હટવો જોઇએ. ડીટીએટી કોઇ આતંતરરાષ્ટ્રીય દસ્તાવેજ નહીં પણ ભારતીય આવક વેરા કાયદાના સેકશન ૯૦ હેઠળ આવે છે. જે ગુનેગારો પર નહીં પણ એકથી વધારે દેશોમાં પોતાની આવક પર ઇમાનદારીપૂર્વક ટેક્ષ ચુકવતા કરદાતાઓને લાગુ પડે છે.

વડાપ્રધાનશ્રી, આપે પદ સંભાળ્યા પછી પણ બીજા દેશોએ જે રીતે જર્મની પાસેથી માહિતી મેળવી હતી તેવી રીતે માહિતી મેળવી નથી. આપે આપના નાણાપ્રધાનને આ અંગે પુછવું જોઇતુ હતું પણ આપ દેશ સાથે થઇ રહેલી છેતરપિંડીમાં એક મૌન સાથી બની ગયા. રાજયસભામાં એક લેખિત જવાબમાં નાણાપ્રધાને જણાવ્યું કે તેઓ ઘણા દેશો સાથે એમેન્ડેડ ડબલ ટેક્ષશન એવાઇડન્સ સમજુતી કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસના નિર્ણયને સંપૂર્ણ સહકાર આપ્યો અને ભારત દેશ સાથે છેતરપિંડી કરી.

(3:59 pm IST)
  • " ચંદ્રયાન 2 " અંતરિક્ષ જગત માટે ગૌરવની બાબત છે : પાકિસ્તાનના સૌપ્રથમ એસ્ટ્રોનેટ મહિલા નમીરા સલીમે ખેલદિલી પૂર્વક ભારતના સાહસને બિરદાવ્યું access_time 6:43 pm IST

  • રાત્રે ૯:૩૦ વાગ્‍યે અમદાવાદમાં છેલ્‍લા ૧ કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે access_time 9:39 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૯ દિવસની વિદેશયાત્રાએઃ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજથી ૯ દિવસની વિદેશ યાત્રાએ જઈ રહ્યા છે. તેઓ આઈસલેન્ડ, સ્વીઝરલેન્ડ અને સ્લોવેનીયા ૩ દેશોની મુલાકાત લેશે. આ દેશોના વડાઓ સાથે ભારત સાથેના સંબંધો સહિત દ્વિપક્ષીય મંત્રણાઓ કરશે access_time 1:04 pm IST