Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ચંદ્ર પર રહેતું કોઇ નથી છતાં ૧૯૦ ટન કૂડો-કચરો પહોંચી ગયો!

સોૈથી વધુ અમેરિકાએ કચરો છોડ્યોઃ ભારત સહિત બાકીના દેશો પણ ભાગીદારઃ ૩૦થી વધુ યાન ઉતરી ચુકયા છે

વોશિંગ્ટન તા.૯: જે ઘરમાં કોઇ નથી રહેતું ત્યાં કરોળીયાના જાળા થવાનો ખતરો રહે છે, ચાંદ ઉપર ન તો ઘર છે કે ન તો જીવન છે. કોઇ પ્રજાતિના અંશ નથી કે કીડા મકોડા પણ નથી. આમ છતાં ત્યાં ૧૯૦ ટન કચરો પહોંચી ચુકયો છે!

અમેરિકાના નિલ આર્મસ્ટ્રોંગ ચંદ્રમા ઉપર પગ રાખવા વાળા સોૈથી પહેલા પૃથ્વીવાસી હતાં. ૧૯૬૯ની ૨૧ જુલાઇએ ચંદ્ર ઉપર પગ મુકતા પહેલા આર્મસ્ટ્રોંગએ પ્લાસ્ટીકની એક મોટી થેલી ચંદ્રમા ઉપર ફેંકી હતી. આ થેલી આર્મસ્ટ્રોંગના સહયાત્રી બજ એલીડ્રનએ આપી હતી. જ્યારે તે અંતરીક્ષ યાન ઇગલમાંથી નીચે ઉતરવા સીડી પાસે ઉભા હતાં. થેલીમાં બંનેના મળમુત્ર અને ખાવા પીવાની સામગ્રી તથા બીજો કચરો હતો. આ એવો પહેલો કચરો હતો જે મનુષ્યએ ચંદ્રમા ઉપર ફેંકયો હોઇ. સંભવતઃ એ કચરો આજ પણ ત્યાં ને ત્યાં પડ્યો છે. ઇગલમાં જગ્યા ઓછી હતી. કચરો ફેંકવાથી થોડી જગ્યા ખાલી થઇ ગઇ હતી. ચંદ્રમા ઉપર પહોંચવાની ૫૦મી વર્ષગાંઠ પહેલા બજ એલ્ડ્રીને પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'જે કોઇને મારા કચરાના ફેંકેલા થેલા કોઇ દિવસ મળે તો તે માટે હું દિલગીર છું'.  ઉલ્લેખનીય છે કે અમેરિકાએ સોૈથી વધુ કચરો ચંદ્ર ઉપર છોડ્યો છે. કચરો છોડવામાં ભારત સહિત બાકીના દેશો પણ હિસ્સેદાર છે. જેમણે જેમણે ચંદ્ર ઉપર યાન મોકલ્યા હોઇ અત્યાર સુધીમાં ૩૦થી વધુ  યાન અમેરિકા, યુરોપ, ચીન, જાપાન, ભારત છોડી ચુકયું છે. આમાંથી મોટા ભાગના યાન ચંદ્રમાની ધરતી પર અથડાતાની સાથે જ તૂટીને કચરો થઇ ગયા છે.

(3:52 pm IST)