Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ઇસરોએ આપી ખુશખબરી

ચંદ્ર ઉપર સલામત છે વિક્રમ લેન્ડર

કોઇ ભાંગતૂટ થઇ નથીઃ સંપર્ક સાધવાના પ્રયાસો ચાલુ

નવી દિલ્હી, તા. ૯ : શનિવારે વહેલી પરોઢે ચંદ્ર પર લેન્ડિંગ પહેલા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયા બાદ રવિવારે ઇસરો અધ્યક્ષ કે. સિવને જણાવ્યું હતું કે ઓર્બિટરે લેન્ડર વિક્રમનું લોકેશન શોધી લીધું છે. હવે સોમવારે પીટીઆઈ ઇસરોના અધિકારીએ મોટો ખુલાસો કર્યો છે. ઇસરોના એક અધિકારીએ જણાવ્યું છે કે, લેન્ડર વિક્રમ સુરક્ષિત છે અને કોઈ નુકસાન નથી થયું. ઇસરોના અધિકારીએ કહ્યું કે અમે લેન્ડર વિક્રમની સાથે કોમ્યુનિકેશન સ્થાપવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ.

જો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત થઈ જાય છે તો રોવર પ્રજ્ઞાન ફરી પોતાના પગ પર ઊભું થઈ શકે છે. તેના માટે ઇસરો ટીમ ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)માં સતત કામ કરી રહી છે. ઇસરો મુજબ લેન્ડર વિક્રમ એક તરફ ઝૂકેલું દેખાઈ રહ્યું છે.

(3:47 pm IST)