Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વસુંધરા રાજેની મુશ્કેલીઓમાં વધારો : સાંસદ હનુમાન બેનીવાલે મોરચો ખોલ્યો

 તાજેતરમાં રાજસ્થાનના નાગોરના સાંસદ અને ભાજપના સહયોગી હનુમાન બેનીવાલે રાજસ્થાનના પ્રધાનમંડળના વેતન સુધારા અધિનિયમ ૨૦૧૭ ને ગેરકાયદે જાહેર કરાયાના પગલે હવે કહ્યું છે કે કોર્ટના આદેશ પછી કબ્જો જમાવીને બેઠેલા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત અન્ય પ્રધાનોના બંગલા ખાલી થવા જોઈએ, જો આવું નહીં થાય તો હાઇકોર્ટના હુકમ બાબતે લોકોમાં ખોટો મેસેજ જશે.

  તેમનું એવું પણ કહેવું છે કે વસુંધરા રાજે અને કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગહેલોત મળેલા છે.

  બેનિવાલ કહે છે કે મુખ્યમંત્રી ગહેલોત હાઇકોર્ટના હુકમોનો જાણીજોઈને અમલ કરી રહ્યા નથી. માત્ર પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે માટે હાઇકોર્ટના નિર્ણયને માનવાથી તેઓ ઈનકાર કરી રહ્યા છે.

 તેમનું માનવું છે કે આ બંગલાઓ તરત જ ખાલી કરાવવા જોઈએ, નહિ તો લોકો કહેશે કે હાઇકોર્ટ એક તરફ ગરીબો માટે તો બીજી તરફ આવા હુકમોપણ પસાર કરે છે જેનો અમલ થતો નથી.  આમ અમીરો માટે જુદા પ્રકારના હુકમો હોય છે તેવી છાપ સર્જાશે.

 ઉલ્લેખનીય છે કે વસુંધરા રાજેના  કારણે રાજસ્થાનમાં ભાજપ કર્ણાટકની જેમ રાજકીય દાવપેચ લગાવી શકતી નથી. ભાજપ નેતૃત્વ વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવવા માગતી નથી અને વસુંધરા રાજે બીજા કોઈને પણ આ ગાદી સુધી પહોંચવા દેવા માગતા નથી. (૪૦.૭)

 

(1:05 pm IST)