Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ડૂબતી અર્થવ્યવસ્થાને બચાવા માટે હવે બેલી ડાન્સર્સના ભરોસે ઇમરાન સરકાર

ખૈબર પખ્તુનખ્વા નિવેશ અવસર ફેસ્ટિવલમાં બેલી ડાન્સનું આયોજન

પાકિસ્તાન હાલમાં જબરદસ્ત આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને નાદારીની આરે પહોંચ્યું છે આઇએમએફ પાસેથી એક પૈસો નહીં લેવાની વાત કરનારા વડાપ્રધાન ઇમરાન ખાન તેમની સામે હાથ ફેલાવીને ઊભા છે. હવે સ્થિતિ એ છે કે પાકિસ્તાને વૈશ્વિક રોકાણકારોને તેમની ક્ષીણ થઈ રહેલી અર્થવ્યવસ્થાને પ્રાણ ફૂકવા માટે બેલી ડાન્સનો આશરો લેવાનું શરૂ કર્યું છે.

 રોકાણકારોને આકર્ષવા માટે તાજેતરમાં બેલી ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અઝરબૈજાનની રાજધાની બાકુમાં સરહદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા 4 થી 8 સપ્ટેમ્બર સુધી આયોજીત ખૈબર પખ્તુનખ્વા નિવેશ અવસર ફેસ્ટિવલમાં બેલી ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદેશી રોકાણકારોને લલચાવવા માટેની અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

બેલી ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયા યુઝર્સે તેને 'ન્યુ પાકિસ્તાન' ગણાવ્યું હતું. એક ટ્વિટર યુઝરે ટ્વીટ કર્યું હતું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટેનો અતુલ્ય કાર્યક્રમ. જો અર્થશાસ્ત્ર આનાથી વધુ ખરાબ થાય છે, તો ન્યુડ ડાન્સ કરશે? બીજા વપરાશકર્તાએ લખ્યું, 'એક તરફ ભારત ચંદ્રયાન -2 લોન્ચ કરી રહ્યું છે,

તો ત્યાં પાકિસ્તાન રોકાણકારોને લૂંટવા માટે બેલી ડાન્સ કરવામાં આવી રહ્યો છે. 'બીજા યુઝરે કહ્યું,' પાકિસ્તાન જુદું વિચારે છે. ભેંસ વેચવાથી લઈને બેલી ડાન્સ સુધીનું.

(1:01 pm IST)