Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

શ્રીનગરમાં આજે અને આવતીકાલે મોહર્રમનું જુલુસ કાઢવા પર નિયંત્રણઃ લાલચોક સ્તલ કરવામાં આવ્યો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં વહીવટીતંત્રએ  મોહર્રમના જુલૂસ પર  પ્રતિબંધ મુકતા રવિવારે રાજયના ઘણા ભાગોમાં પ્રતિબંધો લાગુ  કરવામાં આવ્યા હતા.  મોહર્રમ નિમિત્તે શિયા મુસ્લિમો કરબલાના યુધ્ધમાં શહીદ થયેલા પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના દોહિત્ર ઈમામ  હુસૈન અલૈહિસ્સલામની યાદમાંઆ જુલૂસ કાઢે છે.

મીડિયા અહેવાલો પ્રમાણે લાલચોક અને તેની આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાંઆવ્યા છે. જો કે શિયા બહુમતી ધરાવતા ઝેદીબાલ, બડગામ અને હસ્નાબાદમાં આ જુલૂસ  કાઢવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ અધિકારીઓએ આ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો ન હતો કેશા માટે આ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.એક સમાચારપત્રના અહેવાલ મુજબ સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનને ટાળવા માટે ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે. સરકારે નકકી કર્યું છે કે શ્રીનગરમાં ૮,૯,૧૦ સપ્ટેમ્બરે મોહર્રમનું જુલૂસ કાઢવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

કેટલાક અહેવાલો પ્રમાણે સત્તાધિકારીઓને આભય છે કે, મોહર્રમના જુલૂસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે તો હિંસા ફાટી નીકળશે. પરંપરાગત રીતે દર વર્ષે શિયા સમુદાયના લોકો લાલચોકથી દાલગેટ સુધી કૂચકરતા હતા પરંતુ ૧૯૮૯માં આતંકવાદ વકરતા તેના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.કારણ કે તે જુલૂસ ભારત-વિરોધી પ્રદર્શનમાં ફેરવાઈ જતો હતો. ઉલ્લેખનીય છે કે, પ ઓગસ્ટથી ધારા ૩૭૦ રદ કરવાને પગલે જમ્મુ-કાશ્મીરમાં સંદેશા વ્યવહાર સહિત અનેક ક્ષેત્રોમાં પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા હતા. 

(11:42 am IST)