Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ટ્રાફિક નિયમ તોડવાના ડેટાને મોટર વીમા રેટીંંગ સાથે જોડી દેવાશે પછી નક્કી થશે પ્રીમિયમ

ટ્રાફિકના નિયમોને અવગણશો તો વધુ ભરવું પડશે વીમાનું પ્રીમિયમઃ ચાલકને પડશે બેવડો માર

નવી દિલ્હી તા.૯: ટ્રાફિક નિયમોનો મજાક ઉડાવીને વાહન ચલાવનારા લોકોને ભારે ભરખમ દંડ ચુકવવાની સાથે વાહન વિમાનું વધારે ઉંચુ પ્રિમીયમ પણ ચુકવવાનો વારો આવી શકે છે ભારતીય વિમા નિયામક પ્રાધિકરણ (ઇરડા)ેએ થોડા દિવસો પહેલા એક દિશા-નિર્દેશ બહાર પાડીને તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

સુત્રો અનુસાર, ટ્રાફિક નિયમોનું ઉલ્લંધનને વાહનવિઝા સાથે જોડવા માટે કેન્દ્ર સરકારના આગ્રહ પર ઇરડાએ એક સમિતીની રચના કરી છે. આ સમિતી વાહન વિમાં પોલિસીને ટ્રાફિક નિયમોના ઉલ્લંધન સાથે જોડવા અંગની ભલામણો કરશે. આ સમિતીમાં નવ લોકો છે, જેમાં દિલ્હી ટ્રાફિક પોલિસ,ઇરડા,ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડીયા, અને મુખ્ય જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓના પ્રતિનિધીઓ સામેલ છે આ સમિતી બે મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે.

ઉલ્લેખનિય છે કે ૧ સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એકટ લાગુ થઇ ગયો છે. નવા નિયમોમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમો તોડવા પર ભારે દંડની જોગવાઇઓ કરાઇ છે.ઇરડાના દિશા નિર્દેશો અનુસાર, વીમાકંપનીઓ પ્રીમીયમ વધારવાની ફોર્મ્યુલાને ક્રિયાન્વીત કરવા માટે રાજધાની દિલ્હીમાં એક પાયલોટ પ્રોજેકટ શરૂ કરશે. આ પ્રોજેકટના આધાર પર સમિતી ઇરડાને પોતાના સૂચનો આપશે. ત્યાર પછી ઇરડા તે સરકારને સોંપી દેશે જેના આધારે સરકાર વાહન પોલિસીને ટ્રાફીક નિયમોના ઉલ્લંધન સાથે જોડવાના આદેશો આપી શકે છે.

(11:41 am IST)