Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જેલમાં ચિદમ્બરમ બન્યા કેદી નં. ૧૪૪૯: ગરમી-બદબુથી છે પરેશાન

છાપા વાંચે છેઃ કોમન ટીવી જોવું પડે છે

નવી દિલ્હી તા. ૯: આઇએનએકસ મામલામાં તિહારની જેલ નં. ૭ ની કોટડીમાં બંધ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમ જેલની રોટલી નથી ખાતા તેમને રોટલીને બદલે ભાત અને દાળ ભાવે છે. તેઓ જેલમાં વિચારાધીન કેદી નં. ૧૪૪૯ છે. જેલમાં તેઓ બદબુ અને ગરમીથી હેરાન-પરેશાન થઇ ગયા છે.

જેલ નં. ૭ માં ૩પ૦ કેદીની ક્ષમતા છે પણ ત્યાં ૬પ૦ કેદી બંધ છે. ચિદમ્બરમે હજુ સુધી કોઇ ચીજની ડિમાન્ડ નથી કરી. તેમણે કોઇ કેદી સાથે વાતચીત પણ કરી નથી. તેઓ રોજ છાપા વાંચે છે અને કોમન ટીવી નિહાળે છે. દુધને બદલે ચા પીવે છે પૂર્વ નાણામંત્રી.

(11:40 am IST)