Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ATM માં થયો ટેકનીકલ ગોટાળો, ૨૦૦૦ કાઢવા પહોંચેલા લોકોને મળ્યાં ૨૦,૦૦૦/-

એટીએમમાં કેશ જમા કરાવનારી સીએમએસ કંપનીના કર્મચારી ત્રણ સપ્ટેમ્બરે ૧૮ લાખ રૂપિયા કેશ નાખ્યા હતા

મથુરા,તા.૯:મથુરામાં ટેકનીકલ ગોટાળો થવાનાં કારણે ઘંટાઘર ખાતે આવેલા બેંક ઓફ ઇન્ડિયાનાં એટીએમ ધારકો માટે છેલ્લા પાંચ દિવસથી કોઇ દિવાળીથી ઓછા નથી રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એટીએમમાંથી બે હજારનાં બદલે વીસ હજાર નિકળ્યા હતા. જયારે લોકોનાં ખાતામાં માત્ર નોંધાયેલી રકમ જ કપાઇ હતી. આ પ્રકારે લગભગ ૧૦ લાખ સાત હજાર રૂપિયા એટીએમમાંથીનિકળવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર એટીએમમાં કેશ નાખનારી સીએમએસ કંપનીના કર્મચારી ૩ સપ્ટેમ્બરનાં રોજ ૧૮ લાખ રૂપિયા કેશ નાખીના ગયા હતા. ત્યાર બાત ટેકનીકલ ગોટાળાનાં કારણે એટીએમમાંથી ૨ હજારનાં બદલે ૨૦ હજાર રૂપિયા ઉપાડી ગયા હતા. એટીએમ પર કોઇ ગાર્ડ નહી હોવાનાં કારણે તેની માહિતી મળી નહોતી. તેની માહિતી તે સમયે થઇ, જયારે એટીએમ ધારકે જણાવ્યું કે ૨૦ હજાર રૂપિયા ઉપડી ગયા હતા, પરંતુ એટીએમથી ૫૦ હજાર રૂપિયા કાઢ્યા હતા. જયારે તેનાં ખાતામાંથી ૨૦ હજાર રૂપિયા જ કપાયા.

એટીએમ ધારક રૂપિયા પરત કરવા માટે બેંક ગયા, ત્યારે તેની માહિતી થઇ. બેંક અધિકારીઓએ ઉતાવળમાં એટીએમ બંધ કરીને તેની માહિતી કેશ નાખનારી કંપનીનાં અધિકારીઓને આપી. બીજી તરફ વધારે પૈસાથી એટીએમ ધારકોની ખુશીનું કોઇ ઠેકાણું નહોતું રહ્યું.

કેશ કંપનીના વરિષ્ઠ મેનેજર ઓંકાર સિંહ, બ્રાંચ મેનેજર નવનીત કુમાર શનિવારની સાંજે પોલીસ સ્ટેશન પહોંચ્યા. જયાં તેમણે ૧૦ લાખ સાત હજાર રૂપિયા વધારે નિકળ્યા હોવાની માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ટેકનીકલ ખરાબીની કારણે એવું થયું. જો કે તમામ કાર્ડની માહિતી એકત્ર કરવામાં આવશે અને ખાતાધારકો પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરાશે.

(11:37 am IST)