Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

મસૂદ અઝહર જેલમુકત જૈશ હુમલો કરવાની તૈયારીમાં

ભારત વિરૂધ્ધ ખતરનાક ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન-ત્રાસવાદી મસૂદ અઝહરને ચુપચાપ છોડી મૂકયોઃ સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાન સેલ્ટરમાં મોટી ''કાર્યવાહી'' થવાની આશંકા

નવી દિલ્હી તા.૯: પાકિસ્તાન ફરી એક વાર ભારતમાં નાપાક હરકત કરવાની વેતરણમાં છે ઇન્ટેલીજન્સ બ્યુરો (આઇબી)એ રાજસ્થઆન પાસે ભારત-પાક સરહદ પર વધારાના પાકિસ્તાની સૈનિકોની તહેનાતી અંગે સરકારને સાવધ કરી છે. સાથે જ કહ્યું છે કે ઇસ્લામાબાદ એક મોટી કાર્યવાહીને અંજામ આપવાની યોજના બનાવી રહ્યું છે આઇ બી એ એમ પણ કહ્યુ છે કે પાકિસ્તાને બે વોન્ટેડ આતંકવાદીઓને આતંકવાદી કાર્યવાહીને અંજામ આપવા માટે છોડી પણ મુકયા છે આ ખાબતની માહિતી ધરાવતા એક અધિકારીએ હિંદુસ્તાન ટાઇમ્સને આ માહિતી આપી છે. ઇન્પુટ મુજબ, ભારત સરકારે કાશ્મીરમાં ૩૭૦ હટાવવામાં જવાબમાં પાકિસ્તાન આગામી દિવસોમાં સિયાલકોટ-જમ્મુ અને રાજસ્થાન સેકટરોમાં મોટી કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે. ઇન્ટેલીજન્સને એવી માહિતી મળી છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના લીડરને પણ હવે છોડી મુકાયો છે અને તે મોટી આતંકવાદી કાર્યવાહીને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યો છે. અધિકારીઓએ કહ્યું કે જમ્મુ અને રાજસ્થાન સેકટરોમાં સંબંધિત સીમા સુરક્ષા દળો અને સૈન્યને જાણ કરી દેવાઇ છે સાથેજ તેમને પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદીઓની કોઇ પણ આશ્ચર્ય જનક ગતિવિધી સામે સાવધ રહેવાનું કહેવાયું છે. બન્ને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે આઇબી ઇનપુટે કહ્યું કે પાકિસ્તાને ગુપ્ત રીતે જેશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને છોડી મુકયો છે. અજય આતંકવાદી સંગઠનો પણ અત્યારે સક્રિય થઇ ગયા છે.

 

(11:28 am IST)
  • ક. ૩૭૦ના સમર્થનના બહાને જમ્મુ-કાશ્મીરમાં '' હાથી'' દોડાવવા ઇચ્છતા માયાવતીઃ જમ્મુ, કઠુઆ, ઉધમપુરના અનું. જાતીના ભારે પ્રમાણમાં રહેતા મતદારો ઉપર નજરઃ બસપાની યોજના સફળ થઇ શકે તેવી સંભાવના access_time 4:22 pm IST

  • પાકિસ્તાનના વિકાસ કાર્યોમાં ચીન એક અબજ ડોલરનું રોકાણ કરશે તેમ જાહેર કર્યું છે. પાકિસ્તાન દ્વારા હાથ ધરાયેલા વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં એક અબજ ડોલર રોકાણ કરવાની જાહેરાત થવાની સાથે રાજકીય પંડિતોમાં ચર્ચા થઈ રહી છે કે આ રીતે ચીન નજીકના ભવિષ્યમાં જ પાકિસ્તાન પર આડકતરી રીતે પોતાનો કબજો મજબુત કરી રહ્યું છે. access_time 5:50 pm IST

  • આર્યો ક્યાંથી આવ્યા હતા ? DNA રિપોર્ટ બાદ સામે આવ્યા ચોંકાવનારા તથ્યો,: ઇતિહાસકારો ચોંક્યા : આર્ય બહારથી નહિં પરંતુ ભારતીય ઉપમહાદ્ધિપના હતા:રાખીગઢીમાં સાડા ચાર હજાર વર્ષ જુના હાડપિંજરના ડીએનએ રિપોર્ટના આધારે ભારત અને હાવર્ડના કેટલાક પ્રોફેસરોએ કર્યો દાવો :કેટલાક ઈતિહાસકારએ દાવાને નકાર્યો : પહેલા રાખીગઢી અને પછી સનૌલીમાં હડપ્પાકાલિન હાડપિંજરોના નવા દ્વાર ખૂલ્યા access_time 1:05 am IST