Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

આત્મા અમર છેઃ વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું

આત્મા કદી મરતો નથીઃ માત્ર શરીર મરે છે

ઓકસફર્ડ યુનિ.ના બે વૈજ્ઞાનિકોએ બે દાયકાના અભ્યાસ બાદ તારણ કાઢયું: મૃત્યુ બાદ આત્મા બ્રહ્માંડમાં ચાલ્યો જાય છે

નવી દિલ્હી તા. ૯ : આત્મા અજર અમર હોવાની માન્યતાને હવે વૈજ્ઞાનિક સમર્થન પણ મળવા લાગ્યું છે. ભૌતિકશાસ્ત્ર અને ગણિતના બે વૈજ્ઞાનીકોએ લાંબા ગાળાની શોધ પછી દાવો કર્યો છે કે આત્મા કયારેય મરતો નથી, ફકત શરીર જ મરે છે. મૃત્યુ પછી આત્મા બ્રહ્માંડમાં પાછો ચાલ્યો જાય છે. પણ તેમાં રહેલી માહિતીઓ  નષ્ટ કયારેય નથી થતી.

ઓકસફર્ડ યુનિવર્સિટીના ગણિત અને ભૌતિકશાસ્રના પ્રોફેસર સરરોગર પેનરોજ અને યુનિવર્સિટી ઓફ એરીઝોનાના ભૌતિક વૈજ્ઞાનીક ડોકટર સ્ટુઅર્ટ હમરોફે લગભગ બે દાયકાની શોધખોળ પછી આ વિષય પર છ શોધપત્ર તૈયાર કરીને પ્રકાશિત કર્યા છે. હાલમાં જ તેમની શોધ પર અમેરિકાની પ્રખ્યાત સાયન્સ ચેનલે ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી છે જે થોડા સમયમાં પ્રસારિત થવાની છ.ે

શોધકર્તાઓનું કહેવું છે કે માનવ મગજ એક જૈવિક કોમ્પ્યુટર જેવું છે. આ જૈવિક કોમપ્યુટરનો પ્રોગ્રામ ચેતના અથવા આત્મા છે. જે મગજની અંદર ઉપસ્થિત એક કવોંટચ કોમ્પ્યુટર દ્વારા સંચાલિત થાય છે. કવોંટમ કોમપ્યુટરનું તાત્પર્ય મગજની કોશિકાઓમાં રહેલ સુક્ષ્મ નળીઓ સાથે છે જે પ્રોટીન આધારિત અણુઓથી બનેલ હોય છે. ઉર્જાના આ સુક્ષ્મ સ્ત્રોત મોટી સંખ્યામાં મળીને એક કવોંટમ સ્ટેટ તૈયાર કરે છે. જે હકીકતમાં ચેતના અથવા આત્મા છે. વૈજ્ઞાનીકો અનુસાર, જયારે વ્યકિત દિમાગી રૂપથી મૃત થવા લાગે છે. ત્યારે આ સુક્ષ્મ નલિકાઓ કવોંટમ સ્ટેટ ખોવા લાગે છે. સુક્ષ્મ ઉર્જા કણો મગજની નલિકાઓમાંથી નીકળીને બ્રહ્માંડમાં ચાલ્યા જાય છે. કયારેક મરેલ વ્યકિત પાછ ીજીવતી થવાનું કારણ આ કણો પાછા સુક્ષ્મ નલિકાઓમાં આવી જાય ેછે. તેના લીધે બને છે.

શોધ અનુસાર સુક્ષ્મ ઉર્જા કણો બ્રહ્માંડમા ચાલ્યા ગયા પછી પણ તેમાં રહેલી માહિતી નષ્ટ નથી થતી કવોંટમ સિદ્ધાંત સાબિત કરનાર વૈજ્ઞાનિક મેકસ પ્લંકના નામનું મ્યુનિચમાં પ્લંક ઇન્સ્ટીટયુટ છે ત્યાંના વજ્ઞાનિક હેન્સ પીટર ટુરે પણ આ બાબતની પુષ્ટિ કરી છે.

(12:15 pm IST)
  • મધ્યપ્રદેશમાં ભારે વરસાદ : ખંડવામાં ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા,અને ઓમકારેશ્વર ડેમના 16 દરવાજા ખોલાયા : ભારે વરસાદને કારણે ભોપાલમાં તમામ શાળાઓ બંધ રહેશે access_time 8:43 am IST

  • સંઘે કર્યું અનામતનું સમર્થન : સમાજમાં આર્થિક અને સામાજીક અસમાનતા છે અને તે વચ્ચે અનામતની પણ જરૂરી છે રાજસ્થાનના પુષ્કરમાં સમન્વય બેઠક બાદ સંઘ દ્વારા આ વાત કહેવાઈ : સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, RSS બંધારણ દ્વારા આપવામાં આવેલા અનામતનું સંપૂર્ણપણે સમર્થન કરે છે access_time 1:01 am IST

  • રાત્રે 10-45 વાગ્યે અમદાવાદ થી લીબડી સુધી હાઇવે પર અતિ ભારે અનરાધાર વરસાદ ચાલુ : access_time 11:01 pm IST