Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

આપણે ચંદ્ર પર પહોંચી ગયા પરંતુ પાકિસ્તાન હજી પણ ગધેડા જ એકસપોર્ટ કરે છેઃ ગિરિરાજ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સોમવારે ચંદ્રયાન-૨ મુદ્દે પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈન દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તેની આકરી ઝાટકણી કાઢી

નવી દિલ્હી, તા.૯: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સોમવારે  ચંદ્રયાન-૨ મુદ્દે પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈન દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી અંગે તેની આકરી ઝાટકણી કાઢી હતી. સિંહે કહ્યું કે, પાકિસ્તાનની સ્થિતી ખસ્તા છે અને તે ભારતની સફળતા અને અસફળતા મુદ્દે ચિંતિત છે.

ચંદ્રયાનની ચંદ્રમાની સપાટી પર લેન્ડિંગ પહેલા લેન્ડર વિક્રમનો સંપર્ક તુટ્યા બાદ પાકિસ્તાનનાં વિત્રાન અને ટેકનોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈને વિચિત્ર ટિપ્પણી કરતા ટ્વીટ કર્યું હતું, જે કામ આવડતું હોય તેની સાથે પંગો ન લેવો જોઇએ... ડિયર ઇન્ડિયા. ફવાદે ટ્વીટમાં વ્યંગ કરતા ઇન્ડિયાનાં બદલે એંડિયા લખ્યું હતું. ફવાદ એટલે નહોતા અટકયા. તેમણે એક ભારતીય યુઝર્સનાં ટ્વીટ અંગે ખુબ જ રિટ્વીટ કર્યું. એક ટ્વીટમાં ભારતીય યુઝરનાં ટ્વીટ પર ખુબ જ બેશરમીથી લખ્યું કે, સુઇ જા ભાઇ મુનનાં બદલે મુંબઇમાં ઉતરી ગયું ખિલોના. ફવાદની ઓછી હરકત અંગે ભારતીય યુઝર્સે તેમની આકરી ઝાટકણી કાઢી હતી.

મોદી સરકારના ૧૦૦ દિવસઃ જાવડેકરે કહ્યું ૧૦૦ દિવસમાં ઝડપી નિર્ણયો લેવાયા

સુત્રોના જણાવ્યા મુજબ, બંન્ને મુલ્કો એક સાથે આઝાદ થયા. તેમણે અમારા ચંદ્રયાન-૨ મિશનની સફળતા મુદ્દે ચિંતીત ન હોવું જોઇએ. આપણે ચંદ્ર પર પહોંચી ગયા પરંતુ તેઓ (પાકિસ્તાન) હજી પણ ગધેડાઓ જ એકસપોર્ટ કરી રહ્યા છે. તેમણે આગળ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એરસ્પેસનો ઉપયોગ નહી કરવા દેવાનો પાકિસ્તાનનો નિર્ણય દુખદ નિર્ણય છે અને તેનાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાન મજાકનું પાત્ર બનેલું છે.

તેમણે કહ્યું કે, આ પાડોશી દેશનો દુખદ વ્યવહાર છે. તેઓ કાશ્મીર મુદ્દે સંયુકત રાષ્ટ્ર જાય છે, પરંતુ ત્યાંથી ખાલી હાથે જ પરત ફરવું પડે છે. તેના કારણે પાકિસ્તાનને કંઇ પણ નહી મળે. સિંહે હુમલો કરતા કહ્યું કે, જો પાકિસ્તાન અમારી સામે મુકાબલો જ કરવા માંગે છે તો તેમને ટેકનીકલી અને વિકાસના મુદ્દે કરવું જોઇએ. સિંહે કહ્યું કે, જો તમે (પાકિસ્તાન) ભારત સામે મુકાબલો કરવા માંગો છો તો આગોતરી ટેકનોલોજી મુદ્દે કરે. ગરીબી, ભુખમરો અને અન્ય મુદ્દાઓ પર કરે જેનાથી સંદેશ જશે કે તેઓ પોતાની સ્થિતી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

(10:02 am IST)
  • કચ્છ અને અડધા સૌરાષ્ટ્ર ઉપર બપોર પછી ૪.૩૦ આસપાસ લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં ઘટાટોપ વાદળાના ખડકલા જોવા મળે છે. મોરબી ટંકારા ધ્રોલ પંથકમાં અનરાધાર વરસાદ અને વીજળીના લબકરા જોવા મળે છે. access_time 5:52 pm IST

  • પેપ્સી અને કોકાકોલા જેવી કંપનીઓને રામવિલાસ પાસવાનનું અલ્ટીમેટમ : ત્રણ દિવસમાં બોટલબંધ પાણીનો વિકલ્પ શોધો પાસવાને ત્રણ દિવસમાં પેકેજીંગ સામગ્રી અંગે સૂચન આપવા નિર્દેશ કર્યો : પાસવાન સ્વાસ્થ્ય અને પરીવારના પર પ્લાસ્ટિકના પ્રભાવને કારણે પેકેજીંગમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધના પક્ષધર છે access_time 1:10 am IST

  • " ચંદ્રયાન 2 " અંતરિક્ષ જગત માટે ગૌરવની બાબત છે : પાકિસ્તાનના સૌપ્રથમ એસ્ટ્રોનેટ મહિલા નમીરા સલીમે ખેલદિલી પૂર્વક ભારતના સાહસને બિરદાવ્યું access_time 6:43 pm IST