Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

મોદી-૨ : ૧૦૦ દિવસમાં જ અનેક સાહસી નિર્ણયો કરાયા

કલમ ૩૭૦, ત્રિપલ તલાક નાબૂદી જેવા નિર્ણયો : એક સમાન વેતન આપવા માટેે સાહસિક નિર્ણય : કિસાનો, મજુરો, વેપારીઓને પેન્શન માટેની યોજના શરૂ : જાવડેકર

નવીદિલ્હી,તા.૮ : મોદી સરકારની બીજી અવધિના ૧૦૦ દિવસ પૂર્ણ થવાના પ્રસંગે કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે આજે સરકારની ઉપલબ્ધીઓના સંદર્ભમાં માહિતી આપી હતી. કેન્દ્રીયમંત્રી જાવડેકરે કહ્યું હતું કે, ૧૦૦ દિવસના ગાળામાં આટલા વધારે નિર્ણય વિતેલા વર્ષોમાં ક્યારે પણ કોઇ સરકારે કર્યા નથી. તેમણે ઉમેર્યું હતું કે, કલમ ૩૭૦ની નાબૂદી, ત્રિપલ તલાક ખતમ કરવાના નિર્ણય પ્રથમ ૧૦૦ દિવસના ગાળામાં જ કરવામાં આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું હતું કે, ૭૦ વર્ષથી જમ્મુ કાશ્મીર અલગ અલગરીતે દેખાઈ રહ્યું હતું. ત્યાના નાગરિકોને યોજનાઓના લાભ મળી રહ્યા ન હતા. હવે જમ્મુ કાશ્મીર અને લડાખને એવી તમામ યોજનાઓના લાભ મળવા લાગી ગયા છે જે અન્ય રાજ્યોને મળી રહ્યા છે. સમગ્ર જમ્મુ કાશ્મીર અને લડાખમાં માત્ર ૪૪-૧૫ પોલીસ સ્ટેશન છે જ્યાં કલમ ૧૪૪ અમલી છે. મોદી સરકારની મોટી સફળતા એ છે કે, પાકિસ્તાનને દુનિયાભરમાં તમામ સમક્ષ મદદ કરવાની વાત કરી હોવા છતાં પાકિસ્તાન સાથે કોઇ દેશ ઉભા રહેવા માટે તૈયાર નથી. સરકારની સાથે સાથે દેશના લોકો પણ આને લઇને ગર્વ અનુભવ કરી રહ્યા છે.  કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, ૧૦૦ દિવસના ગાળામાં શ્રેણીબદ્ધ નિર્ણય લેવામાં આવી ચુક્યા છે. જળના સોર્સને લઇને, જળ સંચય અને જળ સંગ્રહ, પીવાના પાણીની બચત આ તમામ નિર્ણયો તમામ લોકોના સહકાર સાથે લેવામાં આવી ચુક્યા છે. દરેક ઘરને જળનું લક્ષ્ય હવે રાખવામાં આવી રહ્યું છે. આજે પણ લાખો મહિલાઓને પાણી લેવા માટે દુર દુર સુધી જવાની ફરજ પડે છે પરંતુ હવે તેમને ઘરમાં જ પાણી ઉપલબ્ધ થશે. ગેસની સુવિધા પણ મળી રહી છે. આ દ્રષ્ટિથી ૧.૫૭ લાખ કામ થઇ ચુક્યા છે જ્યારે ૨.૧૧ લાખ કામ કરવાના લક્ષ્ય રાખવામાં આવ્યા છે. જાવડેકરે એમ પણ કહ્યું હતું કે, અતિ ઝડપથી દેશના હિતમાં નિર્ણય, તૈયારીમાં જોરદાર નિર્ણય, પ્રગતિના મહત્વપૂર્ણ, સામાજિક ન્યાયના નિર્ણયો, ગરીબો, મજુરો, ખેડૂતો, દલિત આદીવાસીઓને તમામ પ્રકારના લાભ આપવામાં આવી રહ્યા છે. તમામ વર્ગને સુરક્ષા કવચ  ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. તમામ સરકારી વહીવટીતંત્રમાં પારદર્શિતા લાવવા માટે નિર્ણયો જનભાગીદારીના નિર્ણય અને વિશ્વમાં પ્રતિષ્ઠા વધારવાના પ્રયાસ થઇ રહ્યા છે. અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. પાંચ લાખ ડોલરના અર્થતંત્રની દિશામાં સરકાર આગળ વધી રહીછે.

તેમણે એમ પણ કહ્યું હુતં કે, જનભાગીદારી મોદી સરકારની પ્રમુખ છે. આજ કારણસર યોગ અને હવે ફિટ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, સિંગલ યુઝ પ્લાસ્ટિકની સામે ઝુંબેશ ચાલી રહી છે. એક દિવસમાં કંપની ખોલવાની સુવિધા અપાઈ રહી છે. ત્રીજી અર્થ વ્યવસ્થા બનવાની દિશામાં જે પહેલ થઇ છે તે પૂર્ણ કરાશે. પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના છે. દરમિયાનગીરી ખતમ કરવાની દિશામાં નિર્ણય થઇ રહ્યા છે.

૧૦૦ દિનમાં કયા નિર્ણય

*        જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ની નાબૂદી

*        મુસ્લિમ મહિલાઓ માટે મુશ્કેલ સમાન ત્રિપલ તલાકની નાબૂદી

*        ૪૦ કરોડ મજુરો, છ કરોડ નાના વેપારી અને ૧૪ કરોડ ખેડૂતોને પેન્શન આપવાની યોજના

*        જનધન, આધાર અને મોબાઇલથી પારદર્શિતા લાવીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના

*        ૧.૫૭ લાખ કામ કરાયા અને ૨.૧૧ લાખ કામનું લક્ષ્ય છે

*        પાંચ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવવાની દિશામાં પહેલ

*        યોગ બાદ ફિટ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, સિંગલ યુઝ પ્લાસ્ટિકની સામે ઝુંબેશ

*        ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય

*        લોકોના હિતમાં જીએસટી અને ઇન્કમટેક્સમાં સંવેદનશીલતા દાખવીને ફેરફાર

(12:00 am IST)
  • ક. ૩૭૦ના સમર્થનના બહાને જમ્મુ-કાશ્મીરમાં '' હાથી'' દોડાવવા ઇચ્છતા માયાવતીઃ જમ્મુ, કઠુઆ, ઉધમપુરના અનું. જાતીના ભારે પ્રમાણમાં રહેતા મતદારો ઉપર નજરઃ બસપાની યોજના સફળ થઇ શકે તેવી સંભાવના access_time 4:22 pm IST

  • ભારત સરકાર નું પ્લાનીંગ કમિશન જેને હવે આપણે સૌ નીતી આયોગથી ઓળખીએ છીએ તેમાં ફરજ બજાવતા શ્રી કશીશ મીત્તલ IAS નું ઓચિંતું રાજીનામું access_time 6:37 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૯ દિવસની વિદેશયાત્રાએઃ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજથી ૯ દિવસની વિદેશ યાત્રાએ જઈ રહ્યા છે. તેઓ આઈસલેન્ડ, સ્વીઝરલેન્ડ અને સ્લોવેનીયા ૩ દેશોની મુલાકાત લેશે. આ દેશોના વડાઓ સાથે ભારત સાથેના સંબંધો સહિત દ્વિપક્ષીય મંત્રણાઓ કરશે access_time 1:04 pm IST