Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પાકના સતત ગોળીબારથી લોકોમાં ફેલાયેલી દહેશત

બાળકોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા

શ્રીનગર, તા.૮ : પાકિસ્તાન દ્વારા સરહદ ઉપર અવિરતપણે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ગોળીબારના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ છે. પાકિસ્તાને સેનાના મોરચાઓને ટાર્ગેટ બનાવવાની સાથે સાથે નાગરિક વિસ્તારો ઉપર પણ ગોળીબાર કર્યો છે જેથી લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ છે. કેટલાક લોકો અન્યત્ર સ્થળોએ પણ જતા રહ્યા છે. સેના દ્વારા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને બીજી જગ્યાએ પણ ખસેડી લીધા છે. જો કે, સ્થાનિક લોકો પણ પાકિસ્તાનના કાવતરા અને ગોળીબારથી લઇને હવે પરેશાન થયેલા છે અને સેનાને જરૂરી માહિતી આપી રહ્યા છે.

(12:00 am IST)
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૯ દિવસની વિદેશયાત્રાએઃ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજથી ૯ દિવસની વિદેશ યાત્રાએ જઈ રહ્યા છે. તેઓ આઈસલેન્ડ, સ્વીઝરલેન્ડ અને સ્લોવેનીયા ૩ દેશોની મુલાકાત લેશે. આ દેશોના વડાઓ સાથે ભારત સાથેના સંબંધો સહિત દ્વિપક્ષીય મંત્રણાઓ કરશે access_time 1:04 pm IST

  • ટ્વીટર ઉપર પણ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો દબદબો : પ્રશંસકોની સંખ્યા 5 કરોડને પાર કરી ગઈ : અમિતાભ બચ્ચનના ફોલોવર્સની સંખ્યા 3 કરોડ 84 લાખ અને હોમ મિનિસ્ટર અમિત શાહના ટ્વીટર ઉપર 1 કરોડ 52 લાખ પ્રશંસકો access_time 1:03 pm IST

  • મધ્યપ્રદેશમાં ભારે વરસાદ : ખંડવામાં ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા,અને ઓમકારેશ્વર ડેમના 16 દરવાજા ખોલાયા : ભારે વરસાદને કારણે ભોપાલમાં તમામ શાળાઓ બંધ રહેશે access_time 8:43 am IST