Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

આવતીકાલથી મુંબઈમાં વરસાદનું જોર ઘટતું જશે

છૂટો છવાયો હળવો અને મધ્યમ વરસાદ પડશે

આવતીકાલે સોમવાર તારીખ 9 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટતું જશે. છૂટો છવાયો હળવો અને મધ્યમ વરસાદ કેટલેક સ્થળે જોવા મળશે. અમુક જગ્યાએ ટૂંક સમય માટે ભારે ઝાપટાં પડી જાય પરંતુ સામાન્ય રીતે જોઈએ તો આનાથી કોઈ અસુવિધા ઊભી નહીં થાય. પાણી ભરાવા કે પૂરની સ્થિતિ અંગેની અફવાઓ પર ધ્યાન આપવું નહીં તેમ વેધરકાસ્ટ જણાવે છે. ૧૦મી તારીખ વરસાદનું જોર વધુ ઘટતું જશે.

(12:00 am IST)