Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

યુપી કોંગ્રેસના નેતાએ અખિલેશ યાદવ પર કોમી રમખાણોનું કાવતરું રચવાનો લગાવ્યો આરોપ : રાજ્યપાલને લખ્યો પત્ર

આઝમ ખાનના સમર્થનમાં રામપુરમાં રમખાણોકરવાનું કાવતરું ઘડયાનો આરોપ

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા ફૈઝલખાન લાલાએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર રમખાણોનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલને પત્ર પણ લખ્યો છે.

તેમાં તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ભૂમિ માફિયા આઝમ ખાનના સમર્થનમાં 9 સપ્ટેમ્બર 2019 ના રોજ રામપુરમાં રમખાણો કરવા માગે છે. અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવે આઝમ ખાન વિરુદ્ધ કરવાના અભિયાનની જાહેરાત કરી છે.

રાજ્યપાલને લખેલ પત્રમાં ફૈઝલ ખાન લાલાએ કહ્યું કે, રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન વિરૂદ્ધ સંગીન ધારાઓ હેઠળ લગભગ 80 કેસ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. જેમાં લૂંટ, ચોરી, લૂંટ, ભડકાઉ ભાષણ, ઉન્માદ ફેલાવવો, ખેડૂતોની જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે કબજો મેળવવો જેવા આરોપ છે. કોંગ્રેસ નેતા લાલાએ કહ્યું કે, આઝમ ખાનની યુનિવર્સિટીથી પોલીસે ચોરીનો માલ ઝડપી લીધી હતો અને તેમને ભૂ-માફિયા તરીકે જાહેર કર્યો હતો.

કોંગ્રેસ નેતા ફૈઝલ ખાન લાલાએ રાજ્યપાલ આનંદીબેન પટેલને લખેલ પત્રમાં કહ્યું કે, આઝમ ખાન વિરૂદ્ધ કેસ દાખલ છે, જે ખુબ જ ગરીબ અને નબળા લોકોએ દાખલ કર્યા છે. આ પીડિતો મુસ્લિમ સમાજના છે. આઝમ ખાન સામે માત્ર પીડિત પરિવારમાં જ નહીં પરંતુ સામાન્ય લોકોમાં પણ ભારે રોષ છે. આને કારણે આઝમ ખાન લગભગ બે મહિનાથી રામપુરથી ફરાર છે. અદાલતોએ ઘણા કેસોમાં આઝમ ખાન વિરુદ્ધ ધરપકડનું વોરંટ પણ જારી કર્યું છે.

(12:00 am IST)
  • પેપ્સી અને કોકાકોલા જેવી કંપનીઓને રામવિલાસ પાસવાનનું અલ્ટીમેટમ : ત્રણ દિવસમાં બોટલબંધ પાણીનો વિકલ્પ શોધો પાસવાને ત્રણ દિવસમાં પેકેજીંગ સામગ્રી અંગે સૂચન આપવા નિર્દેશ કર્યો : પાસવાન સ્વાસ્થ્ય અને પરીવારના પર પ્લાસ્ટિકના પ્રભાવને કારણે પેકેજીંગમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધના પક્ષધર છે access_time 1:10 am IST

  • ભાવનગર : કુંભારવાડા અંડરબ્રિજમાં ભરાયા પાણી: અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી: અંડરબ્રિજ કુંભારવાડામાંથી આવવા જવાનો એક માત્ર રસ્તો :વારંવાર રેલવે ક્રોસિંગ બંધ થતા ટ્રાફિકથી લોકો પરેશાન access_time 10:57 pm IST

  • જામનગરને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ઓવરફ્લો : જામનગર વાસીઓમાં ખુશીનો માહોલ access_time 8:17 pm IST